SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શ્રી નેમિનાથ ચ.િ ગયે. હવે ભેજવૃણિને ઉગ્રસેન નામે પુત્ર થયે, અને અંધકવૃષ્ણુિને સુભદ્રા દેવીથી દશ પુરો થયા તે સમુદ્રવિજય, અભ્ય, તમિત, સાગર, હિમવા, અચલ, ધરણ, પૂરણ, આર્થિક અને વસુદેવ, એવા નામથી જખ્યાત થયા, એ દશે દિશાહ એવા એક નામથી લેકમા પ્રસિદ્ધ થયા. તેમને કહી ને માઢી નામે બે નાની બહેન હતી. હતી પરંતુ રાજાને પરણી અને માદ્રી, દમઘોષ ને પરણી. એક દિવસે અંધકવૃવિણ રાજાએ સુપ્રતિષ્ટ નામના અવધિજ્ઞાની મુનિને પૂછશું–“હે સ્વામિન! દશમે વસુદેવ મારે પુત્ર અત્યંત રૂપ, સભાગ્ય અને કળાઓને ભંડાર શાથી છે ?” એટલે સુપ્રતિષ મુનિ કહેવા લાગ્યા– મગધ દેશમાં નદી ગામને વિશે એક દરિદ્ર બ્રાહ્મણ હતું, તેને સોમિલા નામે સ્ત્રી હતી. તેમને નદિપણુ નામે પુત્ર હતે. અત્યંત મંદ ભાગ્યને લીધે બાલ્યાવસ્થામાં જ તેના માબાપ મરણ પામ્યા. કુરૂપ, ઇતુર (મોટા દાંતવાળ) અને અનિષ્ટ હોવાથી સ્વજનોએ પણ તેને ત્યાગ કર્યો. પછી તે મજુરીથી જીવતાં એકદા મામાના જોવામાં આવ્યું, એટલે તે નદિષણને પિતાના ઘરે તેડી આવ્યું. તેના મામાની સાત કન્યાઓ વિવાહગ્ય થઇ હતી. તેથી નદિષણને તેના મામાએ કહ્યું-એક કન્યા હું તને આપીશ.' તે કન્યાના લોભથી તે બધું ઘરનું કામ કરવા લાગ્યું. હવે પ્રથમ કન્યા તે વાત જાણીને કહેવા લાગી–જે પિતા મને આ નદિષેણ) પરણાવશે, તે હું મરણ પામીશ.”નદિષેણ આ વાત સાંભળીને બહ ખેહ પામ્ય, એટલે તેના મામાએ ફરી તેને કહ્યું- હે વત્સ! તું ખેદ ન કર, હું તને બીજી કન્યા આપીશ. તે સાંભળીને બીજી કન્યાએ પણ તેજ અભિગ્રહ કર્યો, એટલું જ નહિ પણ બાકીની બધી કન્યાઓએ પણ તેજ પ્રમાણે અનુક્રમે તેનો પ્રતિષેધ કર્યો. એટલે મામાએ તેને કહ્યું–“હે ભદ્ર! તું વ્યાકુલ ન થા, તને બીજા કોઈની કન્યા માગીને પરણાવીશ.” પછી નહિષણ વિચારવા લાગ્યું કે મને કુરૂપાને આ મામાની કન્યાઓનથી વાંછતી, તે બીજી કન્યાઓ શી રીતે ઈચ્છશે?” એમ વિચારી વૈરાગ્ય આવવાથી ત્યાંથી નીકળીને રત્નપુરમાં તે આવ્યું, ત્યાં કીડા કરતા દપતીઓને જોઈને તે પિતાને નિંદવા લાગ્યું, અને દુઃખથી મરવા તે ઉપવનમાં ગયે. ત્યાં સરિત નામના સાધુને જોઈને તેણે પ્રણામ કર્યા. એટલે સાધુ પણ જ્ઞાનથી તેને ભાવ જાણું લઈને કહેવા લાગ્યા“હે ભદ્ર! તું મરણનું સાહસ કરીશ નહિ, દુખ થવાનું કારણ તે અધમ છે. માટે સુખના અથી એ ધર્મ આશષ જોઈએ, આત્મઘાત કરવાથી સુખ થવાનું નથી.” એ પ્રમાણે મુનિનાં વચન સાંભળીને પ્રતિબદ્ધ પામી તેણે દીક્ષા અંગીકાર કરી અનુક્રમે તે ગીતાર્થ છે, અને સાધુઓની વૈયાવચ્ચ કરવાને તેણે અભિગ્રહ લીધે.
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy