SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શંખકુમારનું વર્ણન. ૩ * ૧ - - - - - - - - - - થયે, તે બાલ્યાવસ્થાથી શખકુમારને પ્રેમપાત્ર મિત્ર થયે. એક દિવસે તે દેશના લોકેએ આવી પકાર કરીને શ્રીષેણ રાજાને વિનતી કરી કે- “હે સ્વામિન્ ! તમારા દેશના સીમાડામા અત્યત વિષમ એ વિશાલશંગનાએ પર્વત છે, તે ચસમાન શિશિરાનીથી સ યુક્ત છે તે પર્વતના દુર્ગમ સમરકેતુ નામે પલ્લીપતિ રહે છે. તે નિશકપણે અમને લુટે છે, માટે તેના ત્રાસથી અમને બચાવે આ પ્રમાણે સાભળી તેને વધ કરવાને રાજાએ પ્રયાણ કરવાની ભાભા વગડાવી. તે વખતે શખકુમારે પ્રણામ કરીને રાજાને કહ્યું- હે તાત! આવા એક પદ્ધીપતિ જેવા સામાન્ય જન૫ર તમે પોતે આટલો બધો આક્ષેપ શામાટે કરો છે? કારણ કે શીયાલપર સિંહને પરાક્રમ શોભે નહિ. માટે જે આજ્ઞા આપે તે હું તેને બાંધીને અહી લઈ આવું. તેના વચન સાંભળતા રાજા બહુ હર્ષ પામ્યું અને સેના સહિત શંખકુમારને પલપતિને નિગ્રહ કરવાને રાજાએ વિદાય કર્યો. પિતાના નગરથી કુમારને આવતે સાભળીને પહીપતિ દુર્ગને શૂન્ય મૂકીને કપટ પ્રધાન એ તે બીજી કઈ ગુફામાં પેસી ગયે, એટલે કુશાગ્રબુદ્ધિ કુમારે તે દુર્ગ નગરમાં મજબુત સેના સહિત સામ તને મોકલ્ય, અને પોતે સેના સહિત એક ગુફામાં રહ્યો હવે પલ્લી પતિએ છળ કરીને દુર્ગને રોધ કર્યો અને “હે કુમાર! હવે તું ક્યા જવાનો છે?” એમ જેટલામાં ગજના કરે છે, તેટલામાં કુમારે અનેક સુભટે સહિત તે પલ્લી પતિને ઘેરી લીધો. એટલે એક બાજુ દુર્ગમાં રહેલ રાજસુભટે તેને પ્રહાર કરવા લાગ્યા અને બીજી બાજુ કુમારના સુભટેએ મધ્યમાં રહેલ તેને વ્યાકુલ બનાવી દીધો, તેથી તે દીન થઈ ગયે પછી પોતાના કંઠ૫ર કુઠાર નાખીને તે કુમારને શરણે આવ્યા, અને બેલ્યો કે–“હે સ્વામિન્ ! મારા માયામત્રોનું હરણ કરનાર એક તું જ છે, હવે હુ તારે દાસ થઈશ. આ બધુ ગ્રહણ કર અને મારા પર મહેરબાની કર.” પછી શ નકુમારે જે જે તેણે લીધું હતું, તેને તે ચેરાયેલો માલ બધે સુપ્રત કર્યો, અને પોતે તેની પાસેથી દંડ લઈ તે પલ્લી૫તિને સાથે તેડીને પાછો ફર્યો. એવામાં સાંજ થતાં રસ્તામા પડાવ નાખીને તેણે સેનાને સ્થાપના કરી. ત્યાં અર્ધરાત્રે તે શય્યામા સુતેલે છે, એવામાં કરૂણ સ્વર તેના કાને પડયા, એટલે ખર્શને હાથમાં લઈને શખકમાર તે સ્વરના અનુસારે ચાલે. આગળ જતા એક અધવૃદ્ધ સ્ત્રી તેના જેવામાં આવી. કુમારે તેને પૂછયું કે-“હે ભદ્ર! તું તારા દુઃખનું કારણ કહી સંભળાવ.” આ તેના વચનથી કઈક આશ્વાસન પામીને તે બેલી-“ અંગદેશમા ચ પા નામની નગરીમા જિતારિનામે રાજા છે, તેની પ્રીતિમતી નામે રાણી છે, તેને બહુ પુત્ર ઉપર યશોમતી નામે પુત્રી છે પિતાને લાયક વર ન જેવાથી તેની દષ્ટિ કઈપણ પુરૂષમાં રમતી નથી. હવે એક દિવસે ગુણપાત્ર એવા શ્રીષણ રાજાને પુત્ર તેના સાંભળવામાં આવે ત્યારથી તેણે પ્રતિજ્ઞા કરી કે શખકુમાર મને પરણશે.”
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy