SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રગતિ અને નવતીની ક્યા. મહામહેનતે રજા મેળવીને પોતાના નગર તરફ ચાલ્ય, અને જઇને પિતાના માતપિતાને મળે, તેથી સહુને અતિ આનંદ થયે. પછી ચિત્રગતિ દેવપૂજાદિક પુરયકર્મમાં તત્પર રહેતાં તે પિતાના માબાપને બહુજ પ્રિય થઈ પડ્યો. હવે અહીં સુમિત્રની બહેનને કલિંગદેશના રાજાની રાણુને અગસિંહ : રાજાને પુત્રને રનવતીને ભાઈ કમલ હરણ કરી ગયા. પોતાની ભગિનીનું હરણ થવાથી સુમિત્ર શોકાતુર થઈ ગયા. તે વાત કઈ વિદ્યાધરના મુખથી તેના મિત્ર ચિત્રગતિના સાંભળવામાં આવી. તેથી પોતાના વિદ્યારે સુમિત્રની પાસે મોકલ્યા. ત્યાં જઈને તેમણે સુમિત્રને કહ્યું કે- તમારી બેનને અમારે સ્વામી લાવી આપશે, આથી તેને આશ્વાસન મળ્યું. પછી ચિત્રગતિ સુમિત્રની બહેનની શોધ કરવાને તરત ઉક્યો. એવામાં પરંપરાથી તેના સાંભળવામાં આવ્યું કે–તેને કમલ હરણ કરી ગયેલ છે. આથી તે પિતાના સર્વ લશ્કર સહિત શિવમંદિર નગરમાં આવ્યું. ત્યાં ગજે જેમ કમલખંડને ઉખેડી નાખે, તેમ કમલને તેણે હેરાન કર્યો. એવામાં પોતાના પુત્રનો પરાભવ થતે જાણીને અનગસિંહરાજ સિંહનાદ કરતે પિતાની સેનારહિત દે. પછી વિદ્યા, સૈન્ય અને ભુજબળથી તે બંનેનું મહાયુદ્ધ થયું. પણ અસંગસિહે વરીને દુર્જય' સમજીને દેવતાએ આપેલ અને કુળમથી આવેલ એવા ખડ્યરતનનું સ્મરણ કર્યું. એટલે તરતજ સેંકડે મે જવાળાઓથી શ્વાસ અને શત્રુને સુપ્રેક્ષ્ય એવું ખડુગરત્ન તેના હાથમાં આવીને પડયું. તેથી તે જારમાં આવીને ચિત્રગતિને કહેવા લાગ્ય–અરે! બાલક! દૂર ભાગી જા, નહિ તે તારા મસ્તકને હું કમલના નાલની જેમ છેદી નાંખીશ, ત્યારે ચિત્રગતિ કહેવા લાગ્યા–અરે મૂઢ! એક લેહના કટકાથી ગર્વ શું કરે છે? તને ધિક્કાર છે કે જે પોતાની ભુજાના બળથી રહિત છે.” એમ બોલીને ચિત્રગતિએ વિદ્યાના બળથી અંધકાર વિસ્તા, એટલે બધા વેરીઓ ચિત્રમા જાણે આળખ્યા હોય તેવા થઈ ગયા, અને કંઇ પણ જોઈ શક્તા નહતા. એવામાં અસંગસિંહનું ખગ્ર ચિત્રગતિએ તરત છીનવી લીધું અને સુમિત્રની બહેનને લઈને તે ચાલ્યા ગયા. ક્ષણવાર પછી અંધકાર દૂર થશે, ત્યારે અને ગસિંહે પોતાના હાથમાં ખડગ દીઠું નહિ, તેમજ શત્રુ પણ જોવામાં ન આવ્યું. તેથી ક્ષણભર તેને ખેદ થયો. પરંતુ પછી તે નૈમિત્તિકનું વચન યાદ કર્યું કે, “ખડગને લઈ જનાર મારે જમાઈ થશે” એમ ધારીને હર્ષ પામી મનમા આ પ્રમાછે ચિંતવવા લાગ્યા–તે હવે મારા જાણુવામા શી રીતે આવશે? એવામાં ફરી તેને યાદ આવ્યું કે-સિદ્ધાયતનનું વદન કરતાં તેના શિરપર પુષ્પવૃષ્ટિ થશે.” એમ ધારીને અને ગસિંહ પિતાના ઘરે ગયે. અને ચિત્રગતિ અખંડ શીલયુકત સુમિત્રની બહેનને લાવીને તેને સમર્પણ કરી, એટલે સુમિત્રને બહુ આનંદ થયે. ચિત્રગતિના ગુણેના તે વાર વાર વખાણ કરવા લાગ્યા. સુમિત્ર તે પ્રથમથી જ
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy