SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ધનકુમાર અને ધનવતીએ ગ્રહણ કરેલ શ્રાવક ધર્મ. ધારિણી, ધનવતી વિગેરે કુટુંબ પણ ત્યાં આવી ચુનિને વદન કરીને દેશના સાથળવા લાગ્યું. દેશનાને અંતે વિક્રમધન રાજાએ સાધને પુછયું કે-“હે ક્ષમા શ્રમણ? ધન ગર્ભમાં હતા, ત્યારે એની માતાએ સ્વમમાં સહકાર વૃક્ષ જો, અને “ઉષ ને ઉત્કૃષ્ટ ફલ આપનાર તેનું અન્ય અન્ય સ્થળે નવ વાર આરોપણ થશે.” એમ એક પુરૂષે કહ્યું હતું, તેનો અર્થ સમજાવે. કુમારના જન્મથી બીજી સવમ ફલ તે મારા જાણવામાં આવી ગયું.” એમ રાજાનું વચન સાંભળીને સમ્યફ જ્ઞાનના લાભને માટે તે સાધુએ પિતાના મનને પ્રયુજીને દૂર રહેલા એક કેવલી ભગવાનને પૂછયું. એટલે કેવલી ભગવાને ત્યાં રહીને જ નવ ભવરૂપ શ્રી નેમિનાથ ચરિત્ર કહી બતાવ્યું. મન:પર્યવ અને અવધિજ્ઞાનથી મુનિએ તે ચરિત્ર રાજાને કહી સંભળાવ્યુ. કે--“હે રાજન તારે પુત્ર ધન, આ ભવથી ઉત્કૃષ્ટ ને ઉત્કૃષ્ટ નવ ભવ પામશે અને આ ભવથી નવમે ભવે આ ભરત ક્ષેત્રમા યદુવંશને વિષે અરિષ્ટનેમિ નામે બાવિશ તીર્થકર થશે” એ પ્રમાણે મુનિનુ વચન સાંભળતા બધા હર્ષ પામ્યા અને જિનધર્મ ઉપર સહુને વધારે ભાવ થયા. પછી વિક્રમધન રાજા તે મહાત્માને નમસ્કાર કરીને ધનાદિકની સાથે પોતાના સ્થાને આવ્યું અને મુનિએ અન્ય સ્થળે વિહાર કર્યો અહી ધન વિવિધ વિનાદ અને અનેક પ્રકારની ક્રીડા કરતાં ધનવતીની સાથે દેશૃંદક દેવની માફક વિષય સુખ ભોગવવા લાગ્યા. એક દિવસે ધનવતીની સાથે મજા કીડા કરવાને તે ક્રીડા સાવરપર વા. ત્યા અશોક વૃક્ષની નીચે તુષાથી આક્રત, તાપથી મૂછ ખાઈને નીચે પડતા એવા કેઈ સુનિ, ધનવતીએ પતિને દેખાડ્યા. તે દંપતીએ અનેક ઉપચાર કરીને તે સુનિને સ્વસ્થ કર્યો. પછી તે સુનિને વંદન કરીને ધન કહેવા લાગે કે-“અહા ! આજે મારાં ભાગ્ય ફળ્યાં કે મરૂ દેશમાં કા૫વૃક્ષની જેમ આપના મને દર્શન થયા, વળી હે મહાત્મન ! આપની આવી અવસ્થા શાથી થઈ? જે આપને ખેદ ન ઉપજે તે કહી સંભળાવે. ” સાધુ બોલ્યા-”હે રાજન ! પરમાર્થથી તે સંસારને વાસ તે ખેદરૂપજ છે. પરંતુ આ એદ તે વિહારથી થયેલ છે, તેથી તે શુભ માટે છે. પૂર્વે હું સુનિચદ્ર નામે સાધુ, ગુરૂ તથા બહુ સાધુઓની સાથે વિહાર કરવાને ચાલ્યો, પણ રસ્તામાં સાર્થથી બ્રણ થઈને હું દિમૂઢ બની ગયે. ત્યાથી હું અહીં આવ્યું અને મૂછ આવતાં પડી ગયે. એટલે તમે સજજ કર્યો. હે રાજન! તને ધર્મલાભ થાઓ. જેમ ક્ષણવારમાં હું બે ભાન થઈ ગયે, તેમ સર્વની આવી જ ગતિ થવાની છે, માટે પિતાનું ભલું ઈચ્છનાર પુરૂષે ધર્મ સાધવો જોઈએ. ” ત્યારપછી મુનિએ તે રાજાને ઉચિત સમ્યકતવમૂલ ગુહસ્થ ધર્મ કહી બતાવ્યું. તે સાભળીને ધનવતી સાથે ધર્મ સમ્યકત્વ મૂલ શાવકધર્મને સ્વીકાર કર્યો, અને તે મુનિને પિતાના ઘરે લાવીને અન્ન-પાનાદિકથી અને તેમને પરિલાલ્યા. ધર્મ સાભળવાની ઈચ્છાથી અને તે
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy