SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાના પુત્રના જ કંઠમાં દોરડું બાંધ્યું. તે જોઈ બળભદ્ર મુનિએ નગરમાં જ પ્રવેશ ન કરે એવો અભિગ્રહ લીધે વનમાં કોઈ જાતિ મરણ પામેલ મૃગ બળભદ્ર મુનિને સેવક થયે એકદા મુનિ વનમાં મૃગે દેખાડેલા રથકારની પાસે ભિક્ષા માટે ગયા. તે ત્રણે ઉપર વૃક્ષ પડવાથી મરીને તેઓ બ્રહ્મલોકમાં ગયા. - બળભદ્રદેવ બ્રહ્મકથી ત્રીજી નરકમાં કૃષ્ણ પાસે ગયા, તેણે કૃષ્ણના કહેવાથી ભરતક્ષેત્રમાં કૃષ્ણ અને બળભદ્રના માહાભ્યની પ્રસિદ્ધિ કરી. પાંડ એ દીક્ષા ગ્રહણ કરી. શ્રી નેમિનાથને પરિવાર. પ્રભુ ગિરિનાર પર્વત ઉપર ગયા, ત્યાં છેલ્લી દેશના આપી. છેવટ શ્રી નેમિનાથ પ્રભુ તથા પ્રદ્યુમ્ન વિગેરે મુનિઓ નિર્વાણ પામ્યા. શ્રીનેમિનાથ પ્રભુના દર્શન કરવા ઉત્કંઠિત થયેલા પાંડવમુનિઓ હસ્તિકલ્પપુરમાં આવ્યા. ત્યાં શ્રી નેમિનાથ પ્રભુનુ નિર્વાણ સાંભળી ખેદ પામી તેઓ શ્રી શત્રુંજય પર્વત ઉપર ગયા. ત્યાં તેમને કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત થયું. દ્રોપદી બ્રહ્મલોકમાં ગઈ. પા. રરપ થી ૨૩૧ (પ્રકરણ ૨૦) ગથ પ્રશસ્તિ પા. ૨૩૨. ઉપર પ્રમાણે આખા ચરિત્રનો સાર સ પમા આપે છે છેવટે અત્યંત મગળરૂપ પિતાના ગુરૂની ૫ટ્ટ પરપરા પ્રચાર મહારાજે આપી પિતાની ગુરુભક્તિ અને લઘુતા બતાવી આ શ્રી મનાથ પ્રભુનું ચરિત્ર સ પૂર્ણ કરેલ છે. આ ગ્રથ ખામ પઠન પાઠન કરવા જેવ, આલ્હાદ-આત્મિક આનદ ઉત્પન્ન કરનાર, જ્ઞાન દર્શન ચારિત્ર પ્રભાવને પ્રગટ કરનાર, બ્રહાચર્યના મહિમાને જણાવનાર હેઈ સાધર્મિ બધુ બહેનના વાચવામાં આવે તો તેમનામાં સાસારિક ઉન્નતિની, અનુભવ સિદ્ધ ધર્મકાર્યની, નીતિના નિર્મળ બોધની અને આત્મજ્ઞાનની ભાવનાઓને સ્યુરીન થાય, તેમજ પિતાના ઉચ્ચ આશયોનું અને નિર્મળ સમ્યકત્વનુ મહાન બળ પ્રગટ થતા દરેક વાચક પિતા માટે મોક્ષ નજીક લાવી શકે તેમ છે તેવા શુભ ઇરાદાથી આ બાવીશમા શ્રી નેમિનાથ ભગવાનના ચરિત્રને આ ગ્રંથ પ્રકટ કરવામાં આવેલ છે જેને માટે વધારે વર્ણન કરવા કરતા પૂર્ણ વાચી જવાની નમ્ર સુચના કરીયે છીયે. સદરહુ ગ્રથની શુદ્ધિને માટે યથાશક્તિ પ્રયત્ન કરવામા આવ્યો છે, છતા દષ્ટિ કે પ્રેસ દોષ લઈને તેમજ બીજી રીતે કેઇ પણ સ્થળે ખલના જણાય તે મિથ્યા દુષ્કૃત પૂર્વક ક્ષમા માગીયે છીયે. શ્રી આત્માનદ ભવન ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ. સેક્રેટરી. લેખક ન ૫ચમી સંવત ૧૯૮૦ આત્મ સંવત - ૨૮ વીર સંવત ૨૪૫૦
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy