SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યભામાએ ભાનુકને પરણાવવા માટે નવાણું કન્યાઓ એકઠી કરી. તેમની સાથે પ્રધુમ્નની સહાયથી શાબને વિવાહ થશે. સાતમે પરિચ્છેદ સંપૂર્ણ. પા. ૧૫ર થી ૧૬૦ (પ્રકરણ ૧૪) આઠમે પરિચછેદ–જરાસંધે યાદવ સાથે યુદ્ધ કરવા પ્રયાણ કર્યું. , યાદવોએ યુદ્ધ માટે સજજ થઈ સેનપલ્લી ગામની પાસે સૈન્ય સ્થાપન કર્યું. જરાસંધના પક્ષના વિદ્યાધરને નિગ્રહ કરવા માટે પ્રદ્યુમ્ન, શાંબ અને વિદ્યાધાને સાથે લઈ વસુદેવ વૈતાઢ્ય પર્વત પર ગયે. જરાસંધના મંત્રી હસે યાદવોના બળનું વર્ણન કર્યું. તે સાંભળી જરાસંધે તેનું અપમાન કર્યું. જરાસંધના સૈન્યમાં ચક્રવ્યુહની રચના કરવામાં આવી, અને યાદવેના સૈન્યમાં ગરૂડ બૂહની રચના થઈ. બંને સિન્યનું યુદ્ધ થયું. યુદ્ધમાં દુર્યોધન વિગેરે કૌરને અને શિશુપાળ, હિરણ્યનાભ વિગેરે વિનાશ થયે. ક્રોધ પામેલા જરાસ ધેયાદના સૈન્યમાં જરા વિદ્યા મૂકી તેને દૂર કરવા માટે કૃષ્ણ ધરણુંદ્રની આરાધના કરી. તેણે આપેલા શ્રી પાર્શ્વનાથના બિબનું નાજળ છાંટવાથી યાદવેનું સૈન્ય જરા રહિત ક્યું. જરાસ ધે કૃષ્ણ ઉપર ચક મૂક્યું, તે કૃષ્ણના હાથમાં આવ્યું. પછી કૃષ્ણ જરાસંધ ઉપર ચક મૂક્યું, તેનાથી જરાસંધના મસ્તકને છેદ થયે. આઠમે પરિચ્છેદ સપૂર્ણ થશે. પા. ૧૬૧ થી ૫. ૧૭૭ (પ્રકરણ ૧૫) નવમે પરિચ્છેદ કૃષ્ણ જરાસંધના પુત્ર સહદેવને રાજગૃહ નગરનું રાજ્ય સોંપ્યું. ત્રણ વિદ્યાધરીઓ કૃષ્ણ પાસે આવી. તેમણે વિદ્યારે સહિત વસુદેવના આવવાની વધામણી આપી. વસુદેવનું દ્વારકામાં આવવું થયું. જીવયાએ અગ્નિ પ્રવેશ કર્યો, સેનાપલ્લી ગામને ઠેકાણે આ દપુર નગરની સ્થાપના કરી. કૃષ્ણ શંખપુર નામનું નવું નગર વસાવી તેમાં શ્રીપાનાથના બિંબની પ્રતિષ્ઠા કરી. કૃષ્ણ ભરતાધ સાધ્યું. મગધ દેશમાં રહેલી કટિ શિલા તેણે વામ ભુજાવડે ઉપાડી. યાદ સહિત કૃષ્ણ દ્વારકામાં આવ્યા. તેને વાસુદેવ પદને અભિષેક થશે. અને સોળ હજાર કન્યાઓ સાથે તેનું પાણિરહણ થયુ. ઉગ્રસેન રાજાની ધારિણી નામની રાણીની કુક્ષિમાં યશોમતીને જીવ અપરાજિત દેવલોકથી ચવીને અવતર્યો. રામતીને જન્મ થયા. ઉગ્રસેનના પુત્ર નભસેનને માટે કલ્પેલી કમલામેલા નામની કન્યાને સાગરચંદ્ર પર.
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy