SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિપ્રભુની દીક્ષા સહન કરવા તે દૂર રહે, પણ છત્ર વિના અન્ય કાળને તડકે પણ સહન કર અતિ મુશ્કેલ છે. સુધા, પિપાસાદિ પરીષહે અન્ય પુરૂથી પણ સહન ન થઈ શકે, તે હે વત્સ ! દેવગને લાયક આ શરીરથી તુ શી રીતે સહન કરીશ ?' ત્યારે શ્રીનેમિએ કહ્યું- હે તાત! ઉત્તરોત્તર દુઃખના સમૂહને ભેગવતા નારક છોને જાણતા પુરૂષે શું આને દુઃખ કહે ? તપના દુઃખથી તે અનંત સુખ કરનાર મોક્ષ પ્રાપ્ત થાય છે, અને વિજય સુખોથી તે અનત દુ:ખદાયી નરક મળે છે. માટે તમે પોતે જ વિચાર કરીને લે. માણસેને શું કરવું ચોગ્ય છે? વિચાર કરતા બધાલાકા જાણી શકે જ. પણ વિચાર કરનારજ વિરલા હોય છે. ” તે સાભળતાં માતા-પિતા રામ-કેશવાદિ તથા બીજા પણ શ્રી નેમિને દીક્ષા લેવાનો નિશ્ચય જાણુને ઉચ્ચ સ્વરે રેવા લાગ્યા. શ્રીનેમિકુંજર તે સ્વજનના સ્નેહરૂપ સાકળાને તેને સારથિએ ચલાવેલ રથી પોતાના ઘરે ગયે. એવામા અવસર જાણીને લોકાતિક દેવ આવ્યા, અને શ્રીનેમિને નમીને તે બોલ્યા- હે નાથ ! તીર્થને પ્રવર્તા” પછી ઈંદ્રથી આ દેશ પામેલા શુભક દેએ પૂરેલ દ્રવ્યથી ભગવાન વાર્ષિક દાન દેવા લાગ્યા - હવે પાછા વળેલ શ્રીનેમિને જોઈ અને તેને તાભિલાષી સાભળીને વૃક્ષથી ખેંચાયેલ વેલડીની જેમ રાજીમતી પૃથ્વી ઉપર પડી. એટલે ભય પામેલી સખીઓએ તેને સુગંધિ તથા શીતલ જલથી સિંચન કર્યું, તથા કદલી પત્રથી બનાવેલા પખાવતી તે પવન નાખવા લાગી. પછી સાવધાન થતાં ઉઠીને કપાલ - ગલ૫ર જેના કેશ લટકી રહ્યા છે અને અશ્રુધારાથી કાંચળીને જેણે આ કરેલ છે. એવી તે રામતી અત્યંત વિલાપ કરવા લાગી – એ મને રથ પણ ન હતું કેનેમિ મારા વર થશે. અરે દેવ ! તને કે પ્રાર્થના કરી કે નેમિને તે મારા પર બનાવ્યા? વળી વર કરીને કવખતે દંડપાતની જેમ તે વિપરીત શા માટે કર્યું ? નિશ્ચય તુંજ એક મહાકપટી અને તું જ વિશ્વાસઘાતી છે અથવા તે પિતાના ભાગ્યના વિશ્વાસથી પૂર્વે જ મેં આ જાણું લીધું કે ત્રણે જગતમા ઉલ્શક એવો આ નેમિ વર ક્યાં છે અને મંદભાગ્યવાળી હું કયાં? હે નેમિ! જે તમે મને પિતાને અગ્ય જાણ, તે મારું પાણિગ્રહણ સવીકારીને મને રથ શા માટે ઉપજા? અને તે સ્વામિન! ઉત્પન્ન કરાવીને મારે મને રથ કેમ ભાગી નાખે? કારણકે મહાપુરૂષોએ સ્વીકારેલ કાર્ય જીવનપર્યત પણ નિચલજ હોય છે. તે વિભ! જો તમે પણ પ્રતિજ્ઞાથી ચલાયમાન થશે, તે સમુદ્રી નક્કી મર્યાદાને ઓળંગશે. અથવા તે તમારે પણ દોષ નથી એ મારા કર્મને જ દોષ છે કે વચનથી જ હું આપનુ પાણિગ્રહણ પામી. આ મનહર માતંગ્રહ (મારે) આ રમણીય દિવ્ય મં૫, આ રનવેદિકા, તથા બીજું પણ આપણા વિવાહને ૨૫
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy