SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ બી નેમનાથ ભગવાનની બાળકીડા પડેલા કૃષ્ણને જોઈને દેવી બોલી– અરે કેશવ! તું ખેદ ન કર. જિનવચન સાંભળ—પૂર્વે શ્રીનમિજિને કહ્યું છે કે શ્રીનેમિ પરણ્યા વિના કુમારજ તીર્થકર થશે. તેથી રાજ્યલક્ષ્મીની એને જરૂર નથી. પિતાના અવસરની રાહ જોતા આ શ્રીનેમિ જન્મથી બ્રહ્મચારી થઈને દીક્ષા લેશે. હે કૃષ્ણ! તું અન્યથા ચિતવ નહિ." એમ દેવીએ કહ્યું, એટલે પ્રસન્ન થયેલ કેશવે બલદેવને વિસર્જન કર્યા, પિતે અંતઃપુરમાં ગયા. અને તરતજ શ્રીનેમિને બોલાવ્યા. ત્યા રવમય સ્નાનાસનપર બેઠેલા, તથા વારાણના મારફતે જળકુંભ મંગાવતા તે બને નેમિ-ગોવિદે તત્કાળ સ્નાન કર્યું, પછી દેવદૂષ્ય વાથી અંગને સાફ કરી, દિવ્ય ચંદનથી વિલિત થઈને હરિ–નેમિએ ત્યાજ ભેજન કર્યું. એક વખતે અંતઃપુરના સર્વ નેકર પુરૂષને કૃષ્ણ કહ્યું કે–આ મારે શ્રાતા શ્રીનેમિ મને પોતાના કરતાં હાલે છે, માટે કેઈએ અંતઃપુરમા જતાં એને અટકાવવું નહિ. ભાઈઓની બધી સ્ત્રીઓના મધ્યમા રહીને નેમિકમાર ભલે ઈચ્છાનુસાર રમ્યા કરે. તેમાં તમારે કોઈ દોષ ન સમજો.” પછી સત્યભામા ગિર પનીઓને વિકરાએ કહ્યું- મારા પ્રાણ સમાન આ તમારા દેવર નેમિને માન આપવું. અને નિઃશંકપણે એને રમાડ.” એમ ત્યાં અતપુરમાં કૃષ્ણ કહ્યું. એટલે જાતાની તે સર્વ ઝીઓથી સત્કાર પામેલ, નિર્વિકાર અને ગવિલાસથી વિમુખ એ નેમિકુમાર સંચરતે હતે. પ્રસન્ન થયેલ હરિ નેમિને પોતાની સમાન સમજીને અંતાપુર સહિત ક્રીડાપર્વતાદિમાં તે તેની સાથે રમતે હતે. એક દિવસે વસંતઋતુમાં દશ દશાહ, કુમારે નગરજને તથા અંતાપુર સહિત કેશવ નેમિ સાથે રૈવતાચલના ઉદ્યાનમાં ગયા. ત્યા નદનવનમા જેમ સુરાસુરના કુમારે ખેલે, તેમ કુમાર અને નગરીના લેકે વિવિધ ક્રીડા કરવા લાગ્યા. કેટલાક બકુલવૃક્ષ નીચે બકુલની સુગંધ યુક્ત અને મદનને જીવાડનાર ઔષધ સમાન એવી મદિરા પીવા લાગ્યા, કેટલાક હાથમાં વીણા લઈને તે વસંતમા ફાગરાગ ગાવા લાગ્યા, કેટલાક મદોન્મત્ત યુવાને કિનરની જેમ સ્ત્રીઓ સહિત નાચવા લાગ્યા કેટલાક ચંપક, અશોક, બકુલપ્રમુખ વૃક્ષાપર સ્ત્રીઓ સહિત, પુષ્પ હરનારા વિદ્યારાની જેમ પુપા વીણવા લાગ્યા, કેટલાક કુશળ જનો માળીએની જેમ પિતે પુષ્માભર ગુંથીને પિતાની પ્રિયતમાઓના અંગપર મૂકતા હતા, કેટલાક લતા ગુહામાં નવ પલલની પથારી પર પોતાની સ્ત્રીઓની સાથે કાંદપિક દેવેની જેમ ખેલતા હતા, કેટલાક ભાગી પુરૂષે અત્યંત શ્રમિત થતા જળનીના તટપર સર્પોની જેમ મલયાચલને વાયુ (હવા) લેવા લાગ્યા, રતિ–મન્મથને વિટંબના પમાડનાર કેટલાક પોતાની રમણીય રમણીઓ સહિત કંકલિવૃક્ષની શાખાઓમાં બાંધેલ હીંચકાપર હીંચકવાની તીડા કરવા લાગ્યા, ૨૪
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy