SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ પાન ઉત્પત્તિ ૧૪ રાજાઓને અને કુમારને મારા સ્વામીએ બોલાવ્યા છે અને તેઓ આવતા જાય છે. માટે તમે પણ આ દેવકુમાર સમાન પાચ પુત્ર સહિત ત્યાં આવીને તે સ્વયંવર મંડપને શોભા એમ સાંભળતા પ્રમુદિત થયેલ પાડુરાજા, પચ બાણોથી જેમ કંદર્પ, તેમ તે પાંચ પુત્રો સહિત તરત કાપિથપુરમા ગયે. બીજા પણ રાજાઓ ત્યાં આવ્યા. દ્રુપદ રાજાએ તે સર્વ રાજાઓને સત્કાર કર્યો પછી આકાશમાં ગ્રહોની જેમ તે સ્વયંવર મંડપમા બધા શોભવા લાગ્યા. હવે સ્નાન કરી કીંમતિ વેપ, માળા અને અદભુત અલંકારને ધારણ કરતી, રૂપમા દેવકન્યા સમાન એવી દ્વપદી અરિહંતને પૂજીને સખીઓ સહિત, સામાનિક દેવતા સમાન રામકુણુદિથી અલંકૃત એવા તે સ્વયંવર મંડપમાં આવી, ત્યા સખીએ સર્વ રાજા ને દર્શાવ્યા છતા તે દ્વિપદી ક્યા પાચ પાડ બેઠેલા છે, ત્યા આવી, ત્યારે તેણુએ અનુરાગ સહિત તે પાચેના કઠમાં સમકાલે વરમાલા નાખી. એટલે “આ શું?” એમ રાજાઓ ત્યા આશ્ચર્ય પામ્યા, તેટલામાં કેઈ ચારણઝષિ ત્યાં આવ્યા. ત્યારે કૃષ્ણાદિ રાજાઓએ પૂછયું કે-આ દ્વિપદીના પાચ પતિ શું થઈ શકે?’ મુનિ બોલ્યા- “આ પૂર્વભવના ઉપાર્જલા કર્મને લીધે નિશ્ચય પાચ પતિવાળી થશે. અહીં આશ્ચર્ય શું છે? કારણ કે કર્મની ગતિ વિષમ છે. તે આ પ્રમાણે – આજ ભરતક્ષેત્રમાં ચંપાપુરીને વિશે એમદેવ, સમભૂતિ અને સેમદત એવા ત્રણ ભાઈ વિપ્ર હતા. ધન, ધાન્યથી ભરપુર એવા તેમને અનુક્રમે નાગથી, ભૂતી અને યક્ષશ્રી નામે સ્ત્રીઓ હતી. તેઓ પરસ્પર પ્રેમાળ હતા, તેથી એક વખતે એવી વ્યવસ્થા કરી કે-“બધાએ એક એકના ઘરે વારા પ્રમાણે જમવું.” એટલે તેજ પ્રમાણે તેઓ બધા કરતા હતા. એક દિવસે એમદેવના ઘરે જમવાને વારે આવ્યા ત્યારે નાગશ્રીએ બધું ભેજન તૈયાર કર્યું. વિવિધ ભોજન પકાવતા અજાણતા તેણે કડવું તુંબડું પકાવીને શાક કર્યું, એટલે આ કેવું થયું હશે?” તે જાણવાને તેણે જરા ચાખ્યું. ત્યારે “આ ખાવા લાયક નથી” એમ જાણીને તરત જ તેણે થુકી નાખ્યું. “આ વિવિધ દ્રવ્યોથી મેં વઘારીને તૈયાર કર્યું, પણ કડવું નીવડયું” એ વિચાર કરતી અને મનમા ખેદ પામતી તેણે તે શાક ગોપવી રાખ્યું, અને તે સિવાય બીજા ભાજનથી કુટુંબ સહિત ઘરે આવેલા પતિ અને દેવરેને જમાડ્યા. એવામાં તે અવસરે સુભમિભાગ નામના ઉદ્યાનમા જ્ઞાનવાન ધર્મઘોષ સૂરિ પધાર્યા તેને ધર્મચિ નામે શિવ માસખમણના પારણે સેમ દેવાદિના ગયા પછી સોમશ્રીના ઘરે આવ્યા. એટલે “આને જ આ શાકથી સંતુષ્ટ કરૂ ? એમ ધારીને તે કડવી તુંબડીનું શાક તેણે તે સુનિને આપી દીધું, ત્યારે તે શિષ્ય પણ “મને અપૂર્વ દ્રવ્ય મળ્યું ? એમ ચિતવતા સ્થાને આવી, પાત્ર દેખાડવાને તેણે ગુરૂના હાથમાં મૂકયું, ગુરૂએ
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy