SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રદ્યુમ્નકુમારનો જન્મ અને પર્વભવ. ૧૮ કાઈ માણસે બોલાવ્યું, એટલે તે બહાર ચાલ્યા ગયે. ત્યારે “શુ શુ એમ કરતી તેણીએ કઠિનાક્ષર બોલીને તે મહર્ષિને ઘરથી હાર કહાડ, અને તરત દ્વાર બંધ કરી દીધું. તે નિંદાના કર્મથી સાતમે દિવસ તેને સર્વ ગળતે કેહ થશે. તે દુઃખથી વિરક્ત થતાં તે અનિમા પેઠી, અને મરણ પામીને તેજ ગામમા ધાબીના ઘરે ગધેડી થઈ. ફરી મરણ પામી તેજ ગામમા ખાબોચીયાની ભુંડણ થઈ, અને તે મરીને કુતરી થઈ, તે દાવાનિથી મળી અને તેનું મસ્તક કુટી પડયું તે વેદનાથી મારીને ભૃગુકચ્છ નગરમાં નર્મદાના તટપર દુર્ગધા અને દુર્ભાગા એવી કાણુ નામની ધીવર (મચ્છીમાર)ની પુત્રી થઈ, તેની દુર્ગધને સહન ન કરી શકવાથી માત પિતાએ તેને નર્મરાના તટપર મૂકી દીધો, તે અનુક્રમે ચાવનવતી થતાં નિરંતર લેને નાવથી પેલે પાર ઉતારતી હતી. એવામા દેવગે શીયાળામાં તે સમાધિગમ નામના વ્યષિ ત્યા આવ્યા, અને રાત્રે પર્વતની જેમ નિષ્કપ તે કાચોત્સર્ગમાં રહ્યા. “આ મહાત્મા આખી રાત દુસહ ટાઢ શી રીતે સહન કરી શકશે?” એ રીતે આદ્ર મન થતાં વિચાર કરીને તેણીએ તે મુનિને ખૂણેથી ઢાંકયા. રાત્રિ ખલાસ થતા તે મુનિના પગે પડી. એટલે મુનિએ પણ તેને ભક જાણીને ધર્મ સંભળાવ્યું. પછી પૂર્વે આ મહર્ષિને કે ક્યાંક જોયા છે” એમ લાગે વખત વિચાર કરી તેણે મુનિને પૂછ્યું, એટલે મુનિએ તેને પૂર્વના ભવે કહી બતાવ્યા, અને ફરી તે મહર્ષિ વેલ્યા કે–સાધુની નિંદા કરવાથી તું અહીં દુધા થઈ છે. કારણ કે બધું બર્માનુસારે થાય છે. માટે તેને ક્ષય કરવા યત્ન કર.” આ પ્રમાણે સાભળીને તેને જાતિસ્મરણ જ્ઞાન થયું અને પૂર્વભવે કરેલ સાધુજુગુપ્સા (નિંદ) ને તે જાણવા લાગી પછી તે મુનિને તેણે વારંવાર ખમાવ્યા, અને પિતાની અત્યંત નિંદા કરી, ત્યારથી તે શ્રાવિકા થઈ તેથી તે કપાળ મુનિએ ધર્મશ્રી નામની આર્થીને તે સુપ્રત કરી. તેની સાથે વિચરતા તે બહુજ સુખી થઈ. પછી કઈ ગામમાં ગાયેલ ધર્મશ્રીએ નાયલ નામના શ્રાવકને તે સોપી ત્યાં એકાંતરે ઉપવાસ કરતાં, સદા જિનપૂજામાં આસક્ત રહેતાં તેણીએ નાયલના ઘરમાં બાર વરસ સુખે ગાળ્યા. પ્રાતે અનશન કરી, મરણ પામીને અર્ચ્યુરેંદ્રની પંચાવન પાપમના આયુષ્યવાળી સુખ્ય ઇદ્રાણી થઈ. ત્યાથી ચવીને તે કૃષ્ણની રુકિમણું નામની પટરાણું થઈ છે. મયૂરીને બાલકની સાથે વિયાગ કરાવવાથી તે રુકિમણી સોળ વરસ સુધી પુત્રવિરહનું દુખ જોગવશે ” એમ સાંભળી તે ભગવંતને નમીને નારદ આકાશમાર્ગે થઈ વૈતાઢય પર્વતપર મેઘટ નામના નગરમાં ગયા ત્યા “મહાભાગ્યે તેને પુત્ર થયે” એમ બોલતા નારદનો કાલસંવરે આદરસત્કાર કર્યો, અને તેને પ્રદ્યુમ્નકુમાર દેખાડશે. એટલે નારદ પણ તેને રુકિમણુની આકૃતિને મળતે જોઈને વિશ્વાસ આવતા તે વિદ્યાધર રાજાની રજા લઈને દ્વારકા નગરીમાં ગયે, અને કૃણાદિકને પુત્રના બધા સમાચાર
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy