SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ નામના મુનિને વાંદવા ગયા. તેની પાસે પોતાના સર્વ પુત્રોમાં વસુદેવનામના પુત્રનું આધક રૂપ સૈભાગ્ય થવાનું કારણ પૂછયું. ત્યારે મુનિએ વસુદેવને પૂર્વભવ કહ્યો, પછી સમુદ્રવિજ્ય નામના મેટા પુત્રને રાજ્ય પર સ્થાપના કરી અંધકવૃષ્ણિ રાજા દીક્ષા ગ્રહણ કરી અનુક્રમે મોક્ષપદ પામ્યા. કંસને જન્મ. નદીમાં વહેતી મૂકેલી પેટીમાં સ્થાપન કરેલા કંસને સુભદ્ર નામના એક વણિકે ગ્રહણ કર્યું, અને તે વસુદેવને આપે. વસુદેવની સાથે કંસ કળાભ્યાસ કરવા લાગ્યો. જરાસંધ નામના પ્રતિવાસુદેવને જન્મ, તેનું રાજગૃહ નગરમાં રાજ્ય. એકદા જરાસંધ રાજાએ સિંહપુરના રાજા સિંહાથને બાંધી લાવવા સમુદ્રવિજયને આજ્ઞા આપી અને જે પુરૂષ સિંહને પકડી લાવશે તેને મારી છવયશા નામની પુત્રી તથા ઈચ્છિત નગરનું રાજ્ય આપીશ.” એમ કહ્યું. સિંહરથને બાંધી લાવવા વસુદેવે કસને સાથે રાખી પ્રયાણ કર્યું, અને કંસની સહાયથી તે સિંહને બાંધી પિતાના નગરમાં લા. જીવથશા પિતાના પતિ અને પિતાના કુળને ક્ષય કરે તેવા લક્ષણવાળી છે એમ સમુદ્રવિજયે વસુદેવને એકાંતમાં કહ્યું. જરાસંધની પાસે કસના પરાક્રમની સ્તુતિ કરી, જરાસંધે પ્રસન્ન થઈ કંસને પિતાની પુત્રી છવયશા પરણાવી. અને તેને મથુરાનું રાજ્ય આપ્યું. કંસે પોતાના પિતા ઉગ્રસેનને પાંજરામાં નાખે. વસુદેવનું સૌંદર્ય જે શૈર્યપુરની સ્ત્રીઓ તેનાપર મેહ પામવા લાગી, અને તેઓ લજાનો ત્યાગ કરી તેની પાછળ ભમવા લાગી. તેથી પુરજનોએ સમુદ્રવિજયરાજા પાસે વિજ્ઞપ્તિ કરી. ત્યારે રાજાએ વસુદેવને ઘરમાં જ રહેવાની શિખામણ આપી. એકદા શિવારાણીએ કુજા નામની દાસી સાથે સમુદ્રવિજયને માટે સુગંધિ દ્રવ્ય મોકલ્યું, તે તેના હાથમાંથી વસુદેવે ખુંચવી લીધુ, ત્યારે દાસીએ ક્રોધથી તેને માર્મિક વચન કહ્યું અને ઘરમાં પૂરાઈ રહેવાનું કારણ કહ્યું. તે સાંભળી વસુદેવ ગુટિકાના પ્રયોગથી રૂપનું પરાવર્તન કરી નગરમાંથી નીકળી ગયે, અને પિતે અગ્નિમાં પ્રવેશ કર્યો છે એવા ભાવાર્થવાળા બે કલેક એક કાગળમાં લખી તે કાગળ થાંભલે લટકા. બીજ દીવસે યાદએ તે કાગળ વાંચી વસુદેવને પ્રવેશ માની તેનું મૃતકાર્ય કર્યું. વસુદેવ વિખેટ નામના નગરમાં ગયે. ત્યાં સુગ્રીવ રાજાની શ્યામા
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy