SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ કણ વાસુદેવની આઠ પટરાણીઓનું વર્ણન ૧૩૧ થઈને પોતાના સ્થાને ચાલી ગઈ. પછી કરણે કિમણીને મોટી સ પતિ આપી અને તેની સાથે તે રને સુધારસમા નિમગ્ન થઈને વિલાસ કરવા લાગ્યા. એક દિવસે નારદ ત્યા આવ્યા, ત્યારે કેશવે તેને પૂજીને કહ્યું કે હે ભગવાન ! કંઈ આશ્ચર્ય દીઠું? કારણ કે તમે તેની ખાતર સર્વત્ર ભમ્યા કરે છે.” નારદ બોલ્યા-સાભળવતાઠ્ય પર્વતપર જાબવાનું નામે વિદ્યાધર રાજા છે, તેની શિવચંદ્રા પત્ની છે, તેમને વિશ્વન નામે પુત્ર અને જાંબવતી નામે કુમારી પુત્રી છે. રૂપમાં તે તેની સમાન ત્રણે જગતમાં કોઈ જોઈ પણ નથી અને સાંભળી પણ નથી. તે રાજહંસીની જેમ કીડા કરવાને સદા ગંગામા જાય છે. આશ્ચર્યરૂપ તેને જોઈને હું તને કહેવાનું આ છું. તે સાંભળીને વિશુ લશ્કર તથા વાહન સહિત સત્વર ત્યાં ગયો, અને સખીઓથી પરવારીને રમતી તે જાબવતીને તેણે જોઈ. “નારદે જેવી એને વર્ણવી, તેવીજ છે એમ બોલતાં હરિ જાબવતીનું હરણ કરી ગયેલ ત્યારે મહાન કોલાહલ થઈ પડી. તરતજ હાલ -તરવારને ધારણ કરીને ફોધી બનતે જાંબવાન તેની પાછળ ચાલે, તેને અનાષ્ટિ જીતીને કૃષ્ણની પાસે લઈ ગયે. એ રીતે વશ થયેલ જાળવાને જ બવતી વિપશુને આપી, અને પોતે અપમાનને લીધે વિરક્ત થઈને દીક્ષા લીધી. તેના વિશ્વન પુત્ર સહિત હરિ જાબવતીને લઈને દ્વારકામાં ગયા. ત્યાં શેવિદે તેને રુકિમણુના મકાન પાસે ઘર આપ્યું, અને બીજું જે કાંઈ તેને જેતું હતું તે બધું આપ્યું. તેણે રૂકિમણુની સાથે મિત્રાઇ (સંગત) કરી. એક વખતે સિંહલદ્વીપના સ્વામી શ્વ@ામ રાજાની પાસે ગયેલ તે પાછા આવીને ગોવિદને કહ્યું કે–“હે સ્વામિન ! સ્લક્ષણામ તમારી આજ્ઞા માન નથી. વળી તેની લક્ષ્મણ નામે કન્યા છે, તે લક્ષણથી તમેનેજ લાયક છે. તે અત્યારે મિસેન સેનાપતિના રક્ષણ નીચે નાન કરવાને સાગર૫ર આવેલી છે અને ત્યાં સાત શત્રિદિવસ સ્નાન કરશે.” એમ સાંભળીને રામ સહિત કૃષ્ણ ત્યાં ગયે, અને તે સેનાપતિને મારીને તથા લમણાને લઈને તે ચાલતે થયે, પછી તેને પરણીને તેણે જણાવતીના ઘર પાસે રાનગૃહમાં રાખી, અને પરિવાર આપે. હવે સુરાષ્ટ્ર દેશમાં આયુરી નામે નગરીમાં રાષ્ટ્રવર્ધન નામે રાજા હતું, તેની વિજયા નામે રાણ હતી. તેમને નમુચિ નામે મહાબલવાન યુવરાજ પુત્ર, અને રૂપ સંપદાથી અસાધારણ એવી સુસીમા નામે પુત્રી હતી. દિવ્ય આયુધને જે સાધેલ છે એવો નમુચિ કૃષ્ણની આજ્ઞાને માનતા ન હતા. એક વખતે તે સુસીમાની સાથે પ્રભાસ તીર્થ પર સ્નાન કરવાને ગયે. ત્યાં છાવણી નાખીને પડેલ તેને જાણ, સભ્ય સહિત આવીને કૃણે તેને મારી નાચે, અને સુસીમાને લઈ લીધી. તેને પરણીને લમણાના ઘર પાસે હવેલીમાં રાખી, કેશવે તેને
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy