SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મનાથ ચરિત્રરાજાઓ સહિત તથા મહાસંન્યથી પરવારેલ એવા કાલકુમારને તેણે યાદવને હ. gવાને માટે આદેશ કર્યો. એટલે કાલ પોતાના ભાઈ યવન સહદેવ સહિત અપશુકન તથા દુષ્ટ નિમિત્તોએ વાર્યા છતાં તે પાછો ન હો, અને યાદવેની પાછળ પાછળ જતા અ૮૫ સમયમાજ નજીકમા ક્યા યાદ વાસ કરી રહ્યા છે એવી વિંધ્યાચલની અધભૂમિમાં તે આવી પહોચે. એવામાં કાલકુમારને નજીક આવેલ જેઈને રામ-સ્કૃષ્ણની અધિષ્ઠાયક દેવતાએ એક કારવાળે, વિસ્તીર્ણ અને ઉન્નત એ એક પર્વત વિકુઓં, અને “અહી રહેલ યાદવેનું સૈન્ય અગ્નિથી ભસ્મ થઈ ગયું એમ રોતી એક સ્ત્રી ને ચિતા સમીપે વિકવી. તેને જોઈને કાલકુમાર બાલ્યા- હે ભદ્રે ! તું કેણુ છે? અને આમ રૂદન શા માટે કરે છે?* ત્યારે તે બોલી કે––જરાસંધથી ભય પામીને બધાએ યાદ નાશી ગયા અને તેમની પાછળ કાલની સમાન વીર કાલકુમાર દડો તે પાસે આવેલ સાંભળતાંબધા યાદવે ચક્તિ થઈને અનિમા પઠાં, દર્શીહા, તથા રામકૃષ્ણ અહીં ચિતામાં પેઠા. તે અંગેના વિચગથી હું પણ અનિમાં પ્રવેશ કરું છું.' એમ કહીને તે અનિમા પડી ત્યારે દેવતાથી માહિત થઈ કાલે થવસ સહદેવ તથા શ્રી રાજાને કહ્યું કે_મેં પિતા અને એની પાસે આવી તિજ્ઞા કરી છે કે--અનિવિગેરેમાંથી ખેંચી કહાડીને પણ ચાદવેને હું અવશ્ય મારીશ.' મારા ભયથી અગ્નિમાં પેકેલા તેમને હણવાને સત્ય પ્રતિજ્ઞાવાળા હું પણ આ બળતા અગ્નિમાં પ્રવેશ કરીશ” એમ કહી તે કાલ ઢાલ, તલવાર લઈને પતંગની જેમ અગ્નિમાં પ, અને દેવતાઓથી માહિત થયેલા પોતાના સંબધિઓના દેખતાં તે મરણ પામે. એવામાં સૂર્ય અસ્ત થયે. તેથી તે યવન સહદેવાદિક ત્યાંજ રાત રહ્યા. પ્રભાત થતાં તે પર્વત અને ચિતા તેમના જેવામા ના આવી. તે વખતે દતાએ આવીને તેમને કહ્યું કે-- યાદ દૂર નીકળી ગયા.” પછી વૃદ્ધોના વિચારથી તે દેવતાએ કરેલ સહ જાણીને ચવનાદિક પાછા ફરી તે બધુ જરાસંધને કહી સંભળાવ્યું. તે સાભળતા જરાસ ધ અત્યંત સુચ્છ પામીને પૃથ્વી ઉપર પડી ગયો, અને સાવધાન થતા સમકાલે--હાકાલાહાકાલ!હાસ! હાસ એમ બોલતે તે.કરૂણ સ્વરે જેવા લાગે હવેચાદાએ જતા જતાં કાલનું મરણ જાણીને જેમને વિશ્વાસ આવેલ છે એવા તેમણે પરમ આનંદથી ક્રોકિનું પૂજન કર્યું. રસ્તામાં એક વનમાં રહેતા તેમની પાસે અતિમુક્તક તે ચારણર્ષિ આવ્યા, સમુદ્રવિજયે તેની પૂજા કરી. પછીતે મહામુનિને નમીતેણે પૂછયું કે-- હે સ્વામીન ! આ સંકટમાં અમારું શું થશે?” એટલે તે મુનિ બોલ્યા કે-“હે ગજના ભય ન પામ.આ તારે અરિષ્ટનેમિકુમાર બાવીશમાં તીર્થકર અને અદિલીય બલવાન થશે, અને આ રામકૃષ્ણ બલદેવ અને વાસુદેવ દ્વારકામાં રહેતાં જરાસંધને વધ કરીને અર્ધ ભારતના સ્વામી થશે.” તે સાંભળી હર્ષિત થયેલ
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy