________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩ ભવ. ]
ચક્રવતી ભવ. વિશેષ એ છે કે સાતમી નારકીના છ મનુષ્યગતિનું આયુષ્ય પણું બાંધી શકતા નથી. એક વખત જીવ અગતિ પામ્યા પછી તેને ઉંચે ચઢતાં સ્વભાવિક કેટલી અડચણ અને હરકતે નડે છે તે લક્ષમાં રાખી અર્ધગતિને લાયકની આપણી પ્રવૃત્તિ ન થાય તેના માટે સાવધગિરિ રાખવાની છે.
નયસારને જીવ સાતમી નરકે તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પુરૂં કરી વીસમા ભાવમાં સિંહપણે ઉત્પન્ન થાય છે. સિંહને ભવ કેવળ જીવહિંસા કરીને પુરો કરવાનો હોય છે. અનંતાનુંબંધિ ક્રોધના ઉદય અને જીવહિંસામાં વર્તતા છ અગામી ભવે પુનઃ પ્રાય નરકાયુ બાંધે છે. તે સિંહના ભવનું આયુષ્ય પુરૂ કરી એકવીસમા ભવમાં પાછો ચેથી નરકે નારકીપણે ઉત્પન્ન થાય છે. તે પછી તિર્યંચ અને મનુષ્યાદિગતિમાં ઘણા ભવ ભમા પછી બાવીશમા ભાવમાં રથપુર નગર માં પ્રિયમિત્ર નામે, રાજા, અને તેની વિમલા નામે રાણીથી વિમલ નામે પુત્રપ ઉ. ત્પન્ન થયા. લઘુ વયમાં સર્વ કલાને અભ્યાસ કર્યો. રાજ્યને લાયક થવાથી પિતાએ રાજ્ય ગાદી ઉપર રાજ્યાભિષેક કરી રાજ્ય સ્વા. ધિન કર્યું.
વિમલરાજ ન્યાયથી રાજ્યનું પાલન કરે છે. ભદ્રિક પરિણામી અને દયાલું છે. એક વખત તેઓ વનમાં કીડા કરવા ગયા હતા. વનમાં કંઈ શીકારીએ પાસ નાખી હરણને પાસમાં સપડાવ્યાં હતાં. તે દીઠાં. નિર્દોષ હરણને શિકારી લેક વિના કારણે પાસમાં સપડાવી તેને શીકાર કરે એ વ્યાજબી નથી એમ દયાલું એવા વિમલ રાજા ના મનમાં આવવાથી તે હરણને પાસમાંથી છોડાવી અભયદાન આપ્યું. દયા યુક્ત ભદ્રક પરિણામથી અગામી ભવનું મનુષ્પાયુ બાંધ્યું. ઉત્તરકાળમાં દીક્ષા લીધી શ્રત જ્ઞાનને અભ્યાસ કરી ગીતાર્થ થયા. ઉગ્ર તપ કરી ચક્રવર્તીની પદવીને લાયક કમ ઉપાર્જન કર્યું. અંતે એક માસનું અણસણ કરી આયુષ્ય પૂર્ણ કર્યું.
તેવીશમે ભવમાં અપરવિદેહમાં મુકા નામે નગરીના ધનંજય
For Private and Personal Use Only