SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વક્તવ્ય ! માળાના ઘરમાં પુષ્પ તરીકે આ ગ્રંથ, ધર્મપ્રેમી શાસનરીકે સમક્ષ રજુ કરતાં હર્ષ ઉમિઓ ઉછળી રહે છે. મારા પૂજ્ય પિતાશ્રીજ ગ્રંથના લેખક અને સંપાદક હોય, ત્યાં હું કાંઈ વિશેષ લખું એ ઉચિત કેવી રીતે હોય ! શ્રી મહાવીરચરિત્રો બહાર પડેલ છે, છતાં આ ગ્રંથને પ્રસિદ્ધ કરવાનું કારણ શું? એવો અથવા એવા રૂપને પ્રશ્ન કોઇને ઉપસ્થિત થાય, તે તે વાસ્તવિક છે. ભગવંત મહાવીરસ્વામિનું ચરિત્ર એવા પ્રકારનું છે, કે જેટલી વ્યક્તિઓ તેને આલેખવા પ્રયત્ન કરે, તે સર્વે તેને સર્વ રીતે સંપૂર્ણ આલેખી શકે નહિ. જે જે દ્રષ્ટિબિંદુથી તેને આલે-બવા પ્રવૃત્તિ થાય, તે તે રૂપમાં તેને આલેખી શકાય અને એમાંજ ભગવંતના જીવનની અને ચંત્રિની વિશેષ મહત્વતા અને રસિકતા છે. દ્રષ્ટિબિંદુની તારતમ્યતાથીજ, આલેખન પદ્ધતિની તારતમ્યતા થાય છે. ગ્રંથમાં ઝમકતી ભાષા શિલી નહિ માલમ પડે, અલંકારી લેખીની નહિ દેખાય; કેવળ શબ્દરચનાથી મેહમાં નાખવાની પ્રવૃત્તિ નહિ વ્યકત થાય, પરંતુ તે સર્વ કરતાં ધર્મપ્રેમી, શાસન રસીક સજજનેને જેની ખાસ જરૂર છે, તે ધર્મના અંતરંગ પ્રેમપ્રવાહના પુરતાં ઝરણાં દ્રષ્ટિગોચર થશે. વીસમી સદીના વિચાર સ્વાતંત્ર્યનો પ્રાયે અભાવ જોવામાં આવશે અને તેના સ્થાને પવિત્ર જિન અને જિનાગમમાં વિશેષ શ્રદ્ધા રાખી, આત્મકલ્યાણ કરવાને ઉદ્યમી થવાને માટે આગ્રહ માલમ પડશે. ગ્રંથની પ્રઢતા તેની ગૌરવતામાં નથી, પરંતુ શાસ્ત્ર મર્યાદામાં For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy