________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૭. જેઓ તે વખતે આપની સેવામાં હાજર હતા તેમને ધન્ય છે. ગૌતમ સ્વામી પોતાને ઉદેશીને કહે છે કે, “અરેગતમ! તું ખરેખર વજમાય છું વજથી પણ અધિક કઠીન છું, કે જેથી પ્રભુનું નિર્વાણ સાંભળીને તારા હૃદયના સેંકડો કડકા થઈ જતા નથી ?” આ પ્રમાણે પ્રભુના ઉપરના અત્યંત રાગને લીધે શોક કરતાં વારંવાર “મહાવીર” “મહાવિર એ શબ્દને માટે સ્વરે જાપ કરવા લાગ્યા. એમ કરતાં તેમના કંઠ અને તાળું સુકાઈ ગયા એટલે પછી “વીર” “ વીર” અને છેવટ એકલા “વી” શબ્દને જ ઉચ્ચાર થવા લાગ્યું. તે વખતે પોતે દ્વાદશાંગીના જાણુ હેવાથી એક “વી” શબ કરીને તેનાથી શરૂ થતા, અનેક સારા શબ્દો મરણમાં આવ્યા. જેમકે હે વીતરાગ ! હે વિબુદ્ધ! હે વિષયત્યાગી ! હે વિજ્ઞાની ! હે વિકાર છત ! હે વિદ્વેષી ( ગયો છે હેપ જેમને એવા) ! હે વિશિષ્ટ શ્રેષ્ટ ! હે વિશ્વપતિ! હે વિહી ( ગયો છે મોહ જેમને એવા)! ઈત્યાદિ શબ્દ યાદ આવતાં અને તેમાંના પ્રથમ વીતરાગ શબ્દનો અર્થ વિચારતાં તેમને સર્વ મોહે ક્ષય થઈ ગયા. તેમની વિચારશ્રેણિએ રૂપ બદર્શી “હે પ્રભુ! હું ખરેખર ભુલ કરું છું. આપ તે પરમ કરૂણાસાગર હતા, અને આપે મને આપનાથી અંતિમ વખતે દુર કર્યો, તેમાં પણ આપે મહારૂં હિત વિચાર્યું. રાગદશામાં હું આપનું સત્ય વરૂપ સમજી શકે નહી. હું અત્યાર સુધી બ્રાંત થઈ ગયે કે આપના જેવા વીતરાગ, નિરાગી અને નિર્મળ એવા પ્રભુમાં, મેં રાગ અને મમતા રાખી. પ્રશસ્ત રાગ પણ મને નુકશાન કરે છે, એમ જાણી તેને ત્યાગ કરાવવા માટે જ આપ પ્રભુએ મારા
ક્યા હશે ! આપતે પરમ ઉપગારી છે. મારા હિતના કર્તા છે. આપતા મમતા રહિત હતા, એ મારા લક્ષમાં આવ્યું નહિ. એવા પ્રશસ્ત રાગથી પણ સયું, કેમકે મુનિઓને તે કઈ પણ વસ્તુ ઉપર મમત્વ રાખ એ તેમને હિતકર્તા નથી.” આ પ્રમાણે વૈરાગ્ય યુકત શુકલ ધ્યાનમાં લીન થતાં, તે મહામુનિ ક્ષપકશ્રેણિને પ્રાપ્ત થયા. ઘાતિકર્મને ક્ષય થતાં કારતક વદી અમાવાસ્યા (ગુજરાતી આરો)ની પાછલી રાત્રે તેમને કેળવજ્ઞાન પ્રાપ્ત થયું.
For Private and Personal Use Only