________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરરવામિ ચરિત્ર. [પ્રકરણ ૨૭ નગરીએ પધાયાં, અને તેનગરીના પ્રદેશમાં કેષ્ટિક નામના ઉદ્યાનમાં નિર્દોષ ભૂમિમાં વાસ કર્યો.
આ બનેના સમાગમમાં ઘણા ગૂઢ પ્રશ્નો ભગવંત ગૌતમ સ્વામીને કેશીકુમારે પુછેલા છે અને તેના ઉત્તર ગૌતમસ્વામીએ આપેલા છે. તે સંબંધમાં ઉત્તરાધ્યયના સૂત્રમાં ત્રેવીસમું અધ્યયન છે. તેને સારાંશ અત્રે આપવા પ્રયત્ન કરેલ છે. વિસ્તારથી જાણવાની રૂચીવાળાને તે વાંચવાની ભલામણ કરવામાં આવે છે. અત્રે એ સારાંશ આપવાને હેતુ એ છે કે, કેશીકુમાર ઘણું સમર્થ સુનિ હતા. અવધિજ્ઞાની હતા. છતાં શ્રી ગૌતમસ્વામીના માટે તેમને કેટલું માન પેદા થયું હતું, તે જણાઈ આવે છે, અને તે ઉપરથી ગણધર મહારાજની શકિતના માટે આપણને પણ બહુમાન કરવાને કારણુ મલે છે. કેશીકુમાર શ્રી પાર્શ્વનાથ ભગવંતનાગણધર ન હતા, પણ તેમના શાસનમાં વર્તતા આચાર્ય હતા. ગણના ધારણ કરનારને ગણધર નામથી બોલાવાય છે. તેથી કશિ ગણધર એમ પણ કેટલાક ઠેકાણે વ્યાખ્યા છે. ગણુધર નામથી તે મને સંબોધ્યાથી તેઓ ગણધર હતા એમ આપણી માન્યતા થવી ન જોઈએ. તેઓ સમર્થ આચાર્ય હતા, એ વાત નિ સંશય છે શ્રી પાર્શ્વનાથ ભગવંતના શાસનના સાધુઓની સમાચારી અને ભગવંતના સાધુની સમાચારમાં કેટલેક તફાવત હતું. તે ઉપરથી દરેક શાસનના સામાન્ય સાધુઓના મનમાં એવા વિચાર પિતા થયા કે, આપણે આચાર સત્ય હશે કે તેમને ? આ પ્રમાણેના વિચારે કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામીના જાણવામાં આળ્યા, તે ઉપરથી તે બનેએ એકબીજાને મળવાનો નિશ્ચય કર્યો. . વર્તમાનમાં જૈન શાસનમાં આચાર્યો એક બીજાને સહજ મળી શકતા નથી. કેશીકુમાર અને ગૌતમસ્વામીના મળવાના અંગે અને તેમાં શ્રી ગૌતમસ્વામીએ બતાવેલા વિવેકના એએ, આપણને ઘણુ માન પેદા થાય છે. સામાન્ય આચાર્યો કે અવધિજ્ઞાનીઓ, કરતાં ગણધરની પદ્ધિ ઉચે દરજજો ધરાવનારી છે. છતાં વિનયનું,
For Private and Personal Use Only