________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચસ્વિ. [ પ્રકરણ ૭ આપ્યા કરે છે, અને હેરાન હેરાન કરી મુકે છે. માટે ગૌતમ! એક સમય પણ પ્રમાદ કર નહિં.”
- “ જેવી રીતે કમળ જળમાં પ્રથમ ડુબેલું હોય છે, પણું પાછળથી જળની ઉપર આવી જાય છે, તેવી રીતે ચિરકાળથી વળગેલા પરિચિત વિષયમાં તું ડુબેલ છે, તે પણ ઉપર આવી જવું, કમળ પેઠે તને યોગ્ય છે એમ જાણી છે ગૌતમ! એક સમય પણ પ્રમાદ કરવો નહિ.”
ઘર અને સ્ત્રીને એક વાર ત્યાગ કરી અણગારપણું આદર્યા પછી, વળી પાછો વમન કરેલ વસ્તુઓને ખાવાને છે ચાટવાનો વિચાર કરે તે અગ્ય છે. એમ સમજી એક સમય માત્ર પ્રમાદ કરે નહિ.” " “મિત્ર, બાંધવ, તેમજ મોટા ધનના ઢગલાઓને છોડ દઈને, ફરીવાર તેને શોધવા જવું એગ્ય નથી. એમ સમજી એક સમય પણ પ્રમાદ કર નહિ, ”
“આજે જિનવર દેખાતા નથી. તે પણ મુકિતમાર્ગ દેખાડનાર ધર્મ છે. હમણું મેક્ષ માગને વિષે વિચારે છે, એમ જાણી છે ગૌતમ ! કદિ પ્રમાદ કરીશ નહિ.”
જે માર્ગમાંથી (પાખંડ રૂપી) મોટા કંટક દર કરેલા છે, એ મહામાર્ગ તને પ્રાપ્ત થયેલ છે, માટે હે ગૌતમ! મુકિતમાગને વિષે તું ચાલ્યું જા અને કદી પ્રમાદ કરીશ નહિ.”
નિર્બળ ભાર વાહકની માફક તું વિષમ માર્ગે વહીશ નહિ. નહિ તે તેને પાછળથી પશ્ચાતાપ થશે. માટે હે ગૌતમ! કદિ પ્રમાદ કરીશ નહિં,”
“જેમ કોઈ ભારવાહક સુવર્ણાદિ ધનને બે જે માથે લઈને વિષમમાગે જતે હોય અને ઘરના નજીકના પ્રદેશમાં આવ્યા પછી તે બોજાથી કંટાળીને તેને ફેંકી દે, અને પાછળથી પસ્તાય, તેમ પંચ મહાવ્રતને ભાર મુનિઓએ યુવાવસ્થા રૂપી વિષમ માર્ગમાં
For Private and Personal Use Only