________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૃષિકારની દીક્ષા અને તેને ત્યાગ ૬૦ ભમાં કેવી કેવી અજબ રીતે તેમને મેલાપ થાય છે, તે પણ વિચારવા જેવું છે. ભગવત મહાવીર દેવે ગૌતમ ગણધરને કૃષિકારના જીવના ઉપર ઉપકાર કરવા મોકલ્યા. આજ્ઞાપાલક ગૌતમ ભગવ. તની આજ્ઞા મળતાં જ કૃષિકારની પાસે જઇ તેને ઉપદેશ આપી દીક્ષા આપી, ભગવંતની પાસે લઈ જવા લાગ્યા.
તમે મને કયાં લઈ જાય છે ?” કૃષિકારમુનિએ ગૌતમ ગણધરને પુછ્યું.
“મહારા ગુરૂ પાસે.” ગણધર મહારાજે જવાબ દીધે.
તમારે વળી ગુરૂ છે? તો આવા તેજસ્વી છે, તે તમારા ગુરૂ કેવા હશે ? ચાલે ત્યારે જલદી ચાલે. તેમની પાસે જઈએ ” એમ કહી તે મુનિ ગણધર મહારાજની સાથે ચાલ્યા. ભગવંતના સમવસરણની નજીક આવ્યા સમવસરણની ભવ્યતા જોઇને આશ્ચર્ય ચકિત થઈ ગયા. “અહા ! મહારા ગુરૂના ગુરૂ આમાં રહે છે? એ કેવા હશે! હું ઘણે ભાગ્યશાળી છું કે મને આજે તેમના દર્શનની જોગવાઈ પ્રાપ્ત થઈ. ” આવા પ્રકારની ચઢતી ભાવનામાં તે મુનિ સમવસરણમાં દાખલ થયા. સમવસરણના મધ્ય પ્રદેશમાં ભગવંત બીરાજેલા હતા, ત્યાં આવ્યા. તેમને દીઠા. પૂર્વભવના વૈરે ઉછાળે માર્યો. “ગુરૂને પુછયું કયાં છે આપના ગુરૂ ?”
* આ વચમાં બીરાજે છે તેજ ભગવંત અમારા અને તમારા
ગુરૂ છે. ”
જે એજ તમારા ગુરૂ હોય તે મારે તમારી દીક્ષાથી સયું. મહારે તમારી દીક્ષા નથી જોઇતી મહારી ખેતી અને મહારૂં કુટુંબજ મહારે સારું છે.” એમ કહી વેશ છે, કૃષિકાર ચાલતે થયો, અને પોતાના ખેતરમાં આવી પાછા હળ વિગેરે ગ્રહણ કર્યાં.
“હે ભગવન ! આપના જેવા સમગ્ર લેકને આનંદ ઉન્ન 77
For Private and Personal Use Only