________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ ભવ. ]
શુભાશુભ કર્મ. ગૌતમ ગણધરને પદાર્થના ઉત્પન્ન થવાને, નાશ થવાને, અને ધ્રુવપણે કાયમ રહેવાને જે નિયમ સમજાવ્યું હતું, તે નિયમને તાબે તેમને પિતાને જીવ કેવી રીતે થયે હતા તે નયસારને જીવ જુદા જુદા ભાવમાં ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, અને જીવ દ્રવ્ય ધ્રુવપણે કાયમ રહેલ છે અને રહેશે તે આપણે જોઈશું તેથી આ પણી ખાત્રી થશે. એ નિયમ જગતના તમામ જી અને પદાર્થને લાગુ છે. એટલે જગતમાં જીવે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, અને જગત ધવપણે કાયમ રહે છે. એ નિયમ અનાદિ અનંત કાળથી ચાલતે આવેલું છે, અને ભવિષ્યમાં કાયમ રહે વાને છે. એ કદાપિ કાળે ફેરફાર થવાને નથી. હવે આપણે આ વિશ્વતિના ભવ ઉપરથી શુ
સમજવા જેવું છે, તેના વિચાર કરીએ. પર્વભવમાં જીવે જે શુભાશુભ આચારનું સેવન કરી શુભાશુભ કામણ વગણના દળયાં આત્મપ્રદેશની સાથે સંલગ્ન કરેલાં હોય છે, તે દળીયાં નિમિત્ત કારણ પામી સુખ દુઃખ રૂપે જીવને કેવી રીતે દેરે છે, તે બન્ને રીતે આ ભવમાંથી મળી આવે છે.
પૂર્વના મનુષ્યના ભામાં વિપણાથી સંસાર ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થવાનો જે અભ્યાસ પડેલે હતો તે આ ભવમાં પણ ઉદય આવે છે. ઉદ્યાનમાંથી રાજકુમાર વિશ્વભૂતિને ખસે. ડવાને જે પ્રપંચ થયે તે ઉપરથી તેમને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, અને જૈનમુનિ પાસે દીક્ષા લે છે. તેમની પાસે રહી શાસ્ત્રાભ્યાસ કરી તપસ્યામાં જોડાય છે. આ ભવમાં એમને જૈનધર્મની દીક્ષા પાછી ઉદય આવે છે. મરિચિના ભાવમાં ત્રિદીપણાની જે અશુદ્ધ ભાવના તેનામાં જાગી હતી. તેના સંસ્કાર ઉતરી તે શીદ ભવ સુધી ચાલ્યા હતા ને તેથી જ વખતોવખત ત્રિદીપણાની દીક્ષા અંગીકાર કરતા હતા. મરિચિના ભવમાં ચરિત્રમેહનીય કર્મનાં જે દલીને સંચય કરી કમને બંધ કરે તે કેટલાક
For Private and Personal Use Only