________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણે ૨૨ આખરે તે દેવ પૌષધશાળામાંથી બહાર નિકલી, અતિ મનેહર, શીતળ, સૌમ્ય આકૃતિવાલું દેદીપ્યમાન, દેવનું સ્વરૂપ વિકુવ પાછે પિષધશાળામાં કામદેવ પાસે આવી, આ પ્રમાણે છે. “હે કામદેવ! તમને ધન્ય છે. તમેજ પુણ્ય કર્યું છે. દેવલોકમાં ઈદ્ર મહારાજે તમારી પ્રસંશા કરી હતી, તે નહીં માની તમારી પરીક્ષા કરવા હું આવ્યું હતું. તમારી શક્તિના જે વખાણ દેવકમાં થયા હતા, તે સત્ય છે, એવી મહારી ખાત્રી થઈ છે. હું હવે આપને ખમાવું છું. મહારે કરેલે અપરાધ આપ ક્ષમા કરશે." એ પ્રમાણે કહી કામદેવના ચરણમાં મસ્તક નમાવી તે દેવ પિતાના સ્થાનકે ગયા.
પ્રભુ એજ નગરના ઊદ્યાનમાં હતા. તેઓ પોતાના જ્ઞાનબળથી કામદેવને થએલે ઉપસર્ગ અને તેણે નિશ્ચલમનથી તથા પૈયેથી, તે સહન કરી પોતાના ધ્યાનમાં અડગ રહ્યાનું સ્વરૂપ જેએલું અને જાણેલું હતું. દેવકૃત ઉપસર્ગો થઈ રહ્યા પછી રાત્રી પુરી થઈ, અને પૌષધના લાયકની ક્રિયા કરી કામદેવે મનમાં ચિંતવ્યું કે, “હું શ્રી વીર પ્રભુને વંદના કરી પછી પૈષધ પારું તે વધારે સારું.” આ પ્રમાણે ચિંતવી તે ઘણું લેકેથી પરિવૃત થઈ શ્રી વીર પ્રભુની પાસે આવ્યા, ને પ્રભુને વંદન કરી ગ્ય સ્થાનકે બેઠા. પ્રભુએ રાત્રે થએલા ઊપસર્ગોને વૃત્તાંત કહી સંભળાવ્યો, અને પૂછયું કે,
હે કામદેવ! આ હકીકત સત્ય છે!” ત્યારે કામદેવે કહ્યું કે, “હે સ્વામી! એમજ છે.” તેજ વખતે ભગવંતે ઘણા નિગ્રંથને તથા સાધવીઓને ઉદ્દેશીને જણાવ્યું કે, “હે આ ! આ કામદેવ તે ગૃહસ્થ શ્રાવક છે.તે ગૃહસ્થાવાસમાં રહીને જ્યારે આ પ્રમાણે દેવ તથા મનુષ્યના કરેલા ઉપસર્ગોને સમ્યફપ્રકારે સહન કરે છે, તે તમારે તે તેવા પ્રકારના ઊપસર્ગોને સહન કરવા વિશેષ સમર્થ થવું જોઈએ.” આ પ્રમાણે કામદેવને દ્રષ્ટાંતથી ઘણું સાધુ તથા સાધવીઓને પ્રભુએ ધર્મમાં સ્થિર કર્યા હતા.
એજ પ્રમાણે બીજાઓ પણ પૈર્યતાથી ઉપસર્ગો સહન કરી, ધર્મધ્યાનથી ચુકયા ન હતા.
For Private and Personal Use Only