________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ભવ. ] વિશ્વભૂતિ સાથે કપટ.
૨૧ સંભળાવી, ખબર સાંભળી પિતાની દાસીએ પુષ્પ લીધા સિવાય પાછી આવી તેથી તેને કોધ ચઢયો, અને કેપભવનમાં જઈને બેઠી. રાજાને ખબર થઈ, તેથી રાણીની ઈચ્છા પૂર્ણ કરવા વિશ્વભૂતિને ઉદ્યાનમાંથી પાછે બોલાવી લાવવાની યુકિત શોધી કાઢી. યાત્રાની ભેરી વગડાવી અને કપટવડે રાજ્યસભામાં કહ્યું કે આપણા તાબાને પુરૂષ સિંહ નામને સામત ઉદ્ધત થઈ ગયે છે, માટે તેને વિજય કરવા માટે હું જઈશ. તે ખબર સાંભળી સરળસ્વભાવી વિશ્વભૂતિ વનમાંથી રાજ્યસભામાં આવ્યું. અને ભકિતવડે રાજાની આજ્ઞા મેળવી લશ્કર સહિત પુરૂષસિંહ પાસે ગયા. ત્યાં તેને આજ્ઞાવંત જોઈ પોતે પાછા વળે. માર્ગમાં પુષ્પકરંડકવન પાસે આવ્યો. દ્વારપાલે જણાવ્યું કે અંદર વિશાખાનંદી કુમાર છે. તે સાંભળી તે ચિંતવવા લાગ્યું કે મને કપટવડે પુષ્પકરંડક વનમાંથી કાઢયે. એવા વિચાર કરતાં તેને ઘણે કૌધ ચઢયે. ક્રોધાવેશમાં નજીકમાં રહેલા એક કઠાના વૃક્ષના ઉપર બળપૂર્વક મુણિને પ્રહાર કર્યો. જેથી તેના સર્વ ફળે ગળી પડયા. તે બનાવને બતાવી ક્રોધાવેશથી વિશાખાનંદીના દ્વારપાલને કહ્યું કે જે વલ પિતા શ્રી પ્રત્યે મહારી ભક્તિ ન હોત તે હું આ કઠાના ફળની માફક તમારા સર્વના મસ્તકે ભૂમિપર પાડી નાખત ? પણ તેમના પરની ભક્તિથી હુ એમ કરી શકતું નથી. પરંતુ હવે આવા વંચાયુક્ત ભેગની મહારે જરૂર નથી.
આ બનાવથી વિશ્વભૂતિને હવે આવા રાજ્ય ખટપટવાળા સંસારમાં રહેવું એ તેને ઉચિત લાગ્યું નહિ. તેથી તે પ્રદેશમાં વિચરતા સંભૂતિનામના મુનિની પાસે ગયે, અને ઉત્સાહપૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યું. તેને દીક્ષિત થએલે સાંભળી વિશ્વનંદી રાજ પિતાના અનુજ બંધુ સહિત ત્યાં આવ્યા, અને તેને નમીને તથા ખમાવીને રાજ્ય લેવાની પ્રાર્થના કરી. વિશ્વભૂતિમુનિ તેમની તે પ્રાર્થનાથી લેભાયા નહિ. અને ચારિત્રમાં અડગ રહયા. રાજા ફરી
For Private and Personal Use Only