________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ૮૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર, [ પ્રરકણ ૨૨ જ્ઞાનાદિ ત્રણ ભામાં કુશળતા મેળવવી એ વ્યવહારકુશળપણ રૂપ છઠ્ઠો ભેદ છે.
ઉપર પ્રમાણે ભાવ શ્રાવકનાં કિયાગત એટલે ક્રિયામાં જણાતાં મૂખ્યવૃત્તિએ છ લિંગ છે, તેમાં ઉત્તર-પેટા-ભેદ ત્રીસ છે.
શ્રાવકનામને સાર્થક કરવાવાળા આ લક્ષણ છે. લક્ષમાં જણાવેલા ગુણે પ્રાપ્ત કરવાથી જ ભાવ શ્રાવકની કેટીમાં સામાન્ય રીતીએ આવી શકાય છે.
આ ક્રિયાગત લિંગ ઉપરાંત ભાવશ્રાવકે બીજા ભાવગત સત્તર પ્રકારના ગુણ મેળવવા જોઈએ, એમ જિનેશ્વરની આજ્ઞા છે. તેનું સંક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે છે.
૧ સ્ત્રી ત્યાગ–સ્ત્રી અનર્થની ખાણ, મોહને વધારનાર, રાગનું બંધન, ચંચલ, અને નરકની વાટ સમાન છે. એવું જાણી હિતકારી પુરૂષે તેના વશવર્તી થવું નહિ જોઈએ.
૨ ઈદ્રિય દમન–ઈદ્રિારૂપ ઘેડા હમેશાં દુર્ગતિના માગ તરફ દોડનારા છે. તેમને સંસારનું સ્વરૂપ સમજનારા પુરૂષ સમ્યજ્ઞાન રૂપ રસીથી રેકી રાખવા.
૩ અર્થ–પન સકળ અનર્થનું નિમિત્ત, અને આયાસ તથા કલેશનું કારણ હોવાથી અસાર છે, એમ જાણી ધીમાન પુરૂષ તેમાં લગારે લેભાતો નથી.
ભાવ શ્રાવક હોય, તે અન્યાયથી ધન કમાવવા પ્રવર્તતે નથી; અને ઉપાર્જિતમાં તૃષ્ણાવાળે થતું નથી. તેમજ આવકમાંથી અધિક અર્થ તે ધર્મમાં વાપરવાનું કાઢી, તેને યથાશ્યપણે સાતે ક્ષેત્રમાં ખચે છે, અને બાકીનાથી જેમ તેમ ખર્ચ નભાવી લે છે.
૪ સંસાર-સંસારને દુઃખરૂપ,દુખ ફળ, દુઃખાનુબંધિ વિટંબના રૂપ, અને અસાર જાણીને તેમાં રતિ કરવી નહિ.
દુઃખરૂ૫ અર્થાત જન્મ, જરા, મરણ, રેગ, શેક વિગેરેથી ભરેલ હોવાથી સંસાર દુઃખમય છે; તથા જન્માંતરમાં નરકાદિ દુઃખ આપનાર છે; તથા વારંવાર દુઃખના કારણે સંઘાતાં હોવાથી
For Private and Personal Use Only