________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Sh
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ ભાવ ] સાધવીઓની પ્રવૃત્તિ.
૪૭૧ ઉપરથી તે કાળમાં સ્ત્રી વર્ગ પણ તત્વજ્ઞાનના અભ્યાસમાં કેટલે આગળ વધે છે, તે વિચારવા જેવું છે. આ કાળમાં તત્વજ્ઞાનના વિષયના શુદ્ધ અભ્યાસના અભાવે, આગમ વચને ઉપર અશ્રદ્ધા ન થાય, તે માટે આત્મજાગૃતિ રાખવાની ખાસ જરૂર છે.
ભગવંતની પુત્રી પ્રિયદર્શનાએ, પિતાના પતિની સાથે રિક્ષા લીધી હતી. જમાળીના અશુભ કર્મો જેર કરવાથી તેણે નવીન મત સ્થાપન કરવાની પ્રવૃત્તિ શરૂ કરી, તે વખતે પ્રીયદશના પણ પિતાની સાધવીઓ સાથે જમાળી સાધુના મતના પ્રવાહમાં તણાઈ. તેની સાથે વિચરતી હતી. જ્યારે ભગવંતના પરમ શ્રાવક કે તેની શંકાનું સમાધાન કર્યું, અને જમાળીની માન્યતા ખેટી છે, એમ યુકિતપુરઃસર સમજાવ્યું, અને તેનું કહેવું સત્ય છે, ભગવતના વચન ઉપર અશ્રદ્ધા કરવામાં પિતે ભુલ કરી છે, એમ તેને લાગ્યું કે તૂત જ તે જમાળીથી છુટા પડી ભગવંતના પાસે જઈ પ્રાયશ્ચિત લઈને શુદ્ધ થઈ. આ આગમ નીતિને અનુસરવામાં તેણે જે વિવેક વાપરી શ્રદ્ધા બતાવી છે, તે અનુકરણ કરવા લાયક છે. બેશક, જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી શાસ્ત્રના સુમ બેધમાં શંકાઓ તે ઉપજે, પણ તે શંકાઓનું સમાધાન કરી લેવા પ્રયત્ન કરવામાં ન આવે, અથવા શંકાનું નિવારણ કરનાર મળે તે વખતે પોતે કદાગ્રહને પકડી રાખે, એ વાત ન્યાયીપણાને શોભતી નથી. હમેશાં શાસ્ત્રના અર્થ સમજવામાં ન્યાયીપણને વળગીને જ ચાલવું જોઈએ.
ભગવંતના શાસનમાં છત્રીસ હજાર સાધવીઓની સંખ્યા હતી, તેમાંથી આ પ્રકરણમાંથી દાખલા તરીકે થડાની માહિતી આપી છે.
સંઘમાં સાધવી વગ તત્વજ્ઞાનને અભ્યાસ કરી, સ્ત્રી વર્ગમાં ધાર્મિક જ્ઞાન તથા આચાર શુદ્ધિના માટે શુદ્ધ ઉપદેશ આપવા પ્રયત્ન કરે, તે તેથી શાસનની પ્રભાવના થવામાં ઘણું મદદ થાય,
For Private and Personal Use Only