________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Y૫૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૦ થઈને પરિભ્રમણ કરે છે. ઈષ્ટવસ્તુના સગની અને અનિષ્ટ વસ્તુના વિયેગની ચિંતા અહર્નિશ કરીને અનેક પ્રકારના સંકલ્પ વિકલપ કરે છે, અને બહુ પ્રકારની અ ચાદિક જે કલ્પના તેને કલોલને ગ્રહણ કરે છે. તેમજ અનંત છએ અનંતીવાર ભાગવીને મુકી દીધેલા જગતના ઉષ્ટિ એવા અનેક પુદગલ ધોની યાચના કરે છે. માટે કોઈ પણ પ્રકારે શમસમતા ગુણને પ્રગટ કરે એજ નિરૂપમ શ્રેયસ્કર છે.
જે માણસના હૃદયમાં અંતર્ગત ધ્યાનને વિશુદ્ધ કરનાર દેદીપ્યમાન સમતાગુણ હોય છે, તે તત્કાળ શુભ એવા રત્નત્રયને પ્રાપ્ત કરે છે.
ભગવંત મહાવીરદેવમાં ત્યાગ અને સમતાગુણ સંપૂર્ણ રીતે વર્તતા હતા. એજ ગુણે જીને શાન્તિ આપનાર છે. શાન્તિના ઈચ્છક છાએ આ ગુણે પ્રાપ્ત કરવાને પ્રયત્ન આદર જોઈએ. જેમ જેમ ત્યાગવૃત્તિથી નિરૂપાધિપણું પ્રાપ્ત થયું, તેમ તેમ શાન્તિના નિકટ પ્રદેશમાં આપણે આવતા જઈશું. સંપૂર્ણ ત્યાગ અને નિરૂપાષિકપણું એ સંપૂર્ણ શાન્તિ પ્રાપ્ત કરવાને ઉત્કૃષ્ટ ઉપાય છે. સંપૂર્ણ ત્યાગ સર્વવિરતી–સાધુ ધર્મના અંગીકાર પણમાં જ રહે છે. સર્વવિરતી ધર્મ અંગીકાર કર્યા શીવાય સર્વ ત્યાગ ઘટતે નથી, તેમજ તેનું પાલન પણ થઈ શકતું નથી, અને તેજ કારણથી અનંતકાળથી અનંતા તીર્થકરોએ તેને મૂખ્યતા આપી તેનું પિષણ કરેલું છે. આવા ત્યાગવાળા સાધુમુનિઓજ શાસનના રક્ષક અને અગ્રપદે છે. તેજ વંદનીય અને પૂજનીય છે. પંચપરમેષ્ટિમાં તેમની જ ગણના થએલી છે, અને ઈંદ્રાદિક દેવ તથા ચક્રવર્તી અને રાજાઓને પણ વંદનીય છે.
For Private and Personal Use Only