________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૮ •
શ્રી મહાવીરસ્વામિ ચરિય. [ પ્રકરણ ૨૦ જાણતા નથી ” ઈત્યાદિ તેને જવાબ સાંભળીને શીવભૂતિ પિતાના સ્થાને પાછે ગયે.
લેપ શ્રેષ્ઠિ સર્વ પ્રકારનાં ગૃહકાર્ય કરે છે, તોપણ જ્ઞાન ધર્મને કદાપી પણ તજતા નથી. સર્વત્ર જ્ઞાનદશાની જાગૃતિ રાખે છે. એમ વર્તતાં તેમણે પોતાના સમગ્ર કુટુંબને ધર્મના આચાર વાળું કર્યું.
આવી રીતે કુટુંબનું પરિપાલન કરતાં જ્યારે પિતાને સર્વ વિરતિ ધર્મ પાળવાને સમર્થપણું જણાયું, ત્યારે તેમણે ચારિત્ર અંગીકાર કર્યું. સારી રીતે ચારિત્ર ધર્મને પાળી, અનુક્રમે સર્વ કમરને ક્ષયકરે, કેવળજ્ઞાન પામીને મોક્ષપદ મેળવ્યું.
લેપઐષ્ટિને ભગવંતે અધ્યાત્મ અને વૈરાગ્યનું જે સ્વરૂપ સમજાવ્યું છે, તેને ન્યાયબુદ્ધિથી વિચાર કરવાથી જ તેમાં રહેલું રહસ્ય સમજવામાં આવશે. કુલપરંપરા ગત ચાલતા આવેલા ધર્મને છોડવાથી, સમુદાયમાં આપણે વાતો થશે, એવી બહીક સત્યના ઇચછકે મનમાં રાખવાની નથી. તેમજ પોતાના ઉદર નિર્વાહ, કે માન પ્રતિષ્ઠા, કે કીતિને માટે બાહ્ય પ્રવૃત્તિ શુદ્ધરાખી દેખાવ કર. વાથી આને હિત થવાનું નથી. આબોધ આમાર્થિઓએ હૃદયમાં ધારી રાખવા જેવું છે. ભગવંતના ઉપદેશથી શુદ્ધ માર્ગતું આલંબન પામી, પિતાના આત્માને ઉદ્ધાર કરે, એ ભગવંતને જગતના જીવોના ઉપર કેટલો બધે ઉપકાર !
મુનિમાર્ગ કેટલે ઉંચ કે ટીને છે, તે આ પ્રકરણની શરૂવા તમાં જ ભાવ સાધુના લક્ષણથી બતાવવા પ્રયત્ન કરેલ છે. તેમજ પ્રસંગે પાત ઉપર જે જે મુનિ મહાત્માઓને પરિચય કરાવે છે, તેમના ચરિત્રના અંતર્ગત પણ સાધુધર્મનું દિગદર્શન થયું છે. તે ઉપરાંત મુનિમાર્ગ સંબંધી કેટલાક ગુણેની આવશ્યકતા ભાગ
તે જુદા જુદા પ્રસંગે બતાવેલી છે. તેમાંના થોડાકનું સ્વરૂપ અત્રે બતાવવું હિતકર્તા થશે એમ લાગે છે.
For Private and Personal Use Only