________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ] અતિમુકત કુમાર
૪૧૧ કર્યો. અનુક્રમે સર્વ કર્મને ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ પદને પામ્યા.
અધ્યયન ૧૧મું-વાણુજ્ય ગામના પુર્ણભદ્ર શેઠે પ્રભુથી બોધ પામી દીક્ષા અંગીકાર કરી છે. તેમને અધિકાર આ અધ્યયનમાં છે
અધ્યયન ૧૨ મું–સાવથી નગરીના સુમને ભદ્ર નામના ગૃહપતીએ દીક્ષા લીધેલી છે. તેમને અધિકાર આ અધ્યયનમાં છે, દીક્ષા પર્યાય ઘણુ વર્ષના છે,
અધ્યયન ૧૩ મું–સાવથીનગરીના સુપ્રતિષ્ઠિત ગૃહપતીએ દીક્ષા અંગીકાર કરી, સતાવીશ વર્ષ દીક્ષા પર્યાય પાળી, સિદ્ધિપદને પામ્યાનું વૃત્તાંત આ અધ્યયનમાં છે.
અધ્યયન ૧૪ મું–રાજગૃહનગરના મેઘગૃહપતીએ દીક્ષા લઈ ઘણુ વર્ષ ચારિત્ર પાળી ભવને અંત કરેલે તેનું વૃત્તાંત આ. અધ્યયનમાં છે. અધ્યયન ૧૫ મું-અતિમુકત કુમાર. આ રાજકુમાર છે. તેમનું
વૃત્તાંત આ પ્રમાણે છે. પિલાસપુર નામના અતિમુકત કુમાર નગરના વિજયરાજા તથા શ્રીદેવીરાણીને
- પુત્ર અતિમુક્ત કુમાર હતા. તેમની છ વર્ષની ઉમર થઈ. તેવામાં એક વખતે શ્રી ગૌતમસ્વામી છઠને પારણે ચરી એ જતા હતા. તેમને જોઈને તે રાજકુમારે પુછયું, તમે કોણ છે? અને કેમ ફરે છે?”
હે વત્સ ! અમે સાધુ છીએ, અને ભિક્ષા માટે ફરીએ છીએ” ગણધર મહારાજે જવાબ દીધે, “ભગવાન ! ચાલો, પધારે. હું આપને ભિક્ષા અપાવું. ” આ પ્રમાણે કહી ગણધર મહારાજની આંગળી પકડી તેમને રાજમહેલમાં તે લાવ્યા. મુનિને આવેલા જોઈ શ્રીદેવીરાણું બહુ ખુશી થયાં, અને તેમને પ્રતિલાભિત કર્યા. બાલ છતાં બુદ્ધિથી અબાલ એવા તે કુમારે ફરીથી શ્રીગૌતમ સ્વામીને પુછયું.
ભગવન્! આપ કયાં રહે છે ?”
For Private and Personal Use Only