________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૬૮
www.kobatirth.org
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર
[ પ્રકરણ ૨૦
સુરઅસુરાથી પરવરેલા શ્રી વીરપ્રભુ
ચપાનગરીથી વિહાર કરી, શિષ્યાના સમુદાય સહ દશાણું દેશમાં આવ્યા. તે દેશમાં શાણુ નામે નગર હતું. તે નગરના રાજ કશાણું ભદ્ર હતા. હતા. તે પ્રભુના સેવક હતા. બીજે દિવસે સવારમાં પેાતાના નગરના ઉદ્યાનમાં પ્રભુ પધારનાર છે, એવી રાજાને ખબર થઇ. રાજા સ્મૃતિ હર્ષિત થયા. તેમણે મત્રિને આજ્ઞા કરી કે, “ સવારે પ્રભુને સવ પ્રકારની સમૃદ્ધિવડે વંદના કરવા જવાના મહારા ભાવ છે, હું એવી રીતે પ્રભુને વંદન કરવા જાઉં કે, એવી સમૃદ્ધિથી પૂર્વે કાઇએ પણ તેમને વાંદ્યા નહી હોય. માટે રાજમહેલથી પ્રભુના સમવસરણ સુધી, માટી સમૃદ્ધિથી મારે જવા લાયક મા ને શણગારો, ”
દશાણુ ભદ્રના મદનુ' ગળવું અને દીક્ષા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ નગરના ઉદ્યાનમાં પધાર્યાં. દેવતાઓએ સમવસરણની રચના કરી. રાજસેવકાએ, રાજાની આજ્ઞા પ્રમાણે આખા શહેરને તથા પ્રભુને વંદન કરવા જવાના રસ્તાને, સારી રીતે શણુગા. રાજમાગની રજને કુંકુમ જળના છંટકાવવડે શાંત કરી. માની ભૂમિ ઉપર સર્વત્ર પુષ્પા પાથરી દીધાં. સ્થાને સ્થાને સુવણું ના સ્થંભ સહિત તેારણેા બાંધી દીધા. ઉત્તમ સુગંધી પથી રસ્તાને સુવાસીત કરી દીધે. રસ્તાને એવી રીતે શણગાર્યો કે જાણે સ્ત્ર ના એક પ્રદેશ હાય. એવી રીતે રસ્તાને શણગારીને,પ્રભુના દર્શન કરવાના ઉત્સાહ વૃદ્ધિ પામતા રહ્યો છે એવા ક્રાણુ રાજાને, મંત્રીઆએ સર્વ હકીકત નિવેદન કરી.
રાજા ચેગ્ય સમયે સ્નાન કરી, દ્વિવ્ય અંગરાગ અને સવ 'ગે આભૂષણે તથા શુદ્ધ વસ્ત્રો ધારણ કરી, પુષ્પની માળા પહેરી, ઉત્તમ ગજેંદ્ર ઉપર આરૂઢ થયા. મસ્તક પર શ્વેત છત્ર, અને અન્ને ખાવુ એ ચામરથી Àાલતા દશાણુ રાજા, ઈંદ્રના જેવા
For Private and Personal Use Only