________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૦
૨૭ ભવ. ]
શ્રોતાના પ્રકાર. પર્યાચનાપૂર્વક સિદ્ધાંતના પદને પરમાર્થ જાણવું જોઈએ. પદ, વાક્ય, મહા વાક્ય અને યમપર્વ એ ચાર વસ્તુથી શ્રતને ભાવ જાણવે. એ ચાર સંપૂર્ણ થતાં ભાવ સમજાય છે. તે શીવાય વખતે વિપર્યાસ પણ થઈ જાય, અને વિપયસ એ નિયમા અનિષ્ટ ફળ આપનાર છે. ગુરૂની આજ્ઞા મેળવી દેશના કરવી; (નહિ કે વાચાલુપણુ તથા અસ્થિરપણાથી સ્વતંત્રરીતે ) એવી રીતે ધર્મ ધનને લાયક અને મધ્યસ્થ એટલે સ્વપક્ષ અને પરપક્ષમાં રાગ દ્વેષ રહિત રહીને સદ્ભૂત વાદી થઈને દેશના આપવી.
દેશના સાંભળનારના ત્રણ પ્રકાર છે. ૧ બાલ ૨ મધ્યમ બુદ્ધિ; ૩ બુધ્ધ
(૧) બાલ હોય તે લિંગ જુએ છે. બરોબર લેચ કર, પગ ઊઘાડા રાખવા, જમીન ઉપર સુવું, રાત્રે ફક્ત બે પહોર સુવું,શીત ઉષ્ણુ સહન કરવાં, છઠ અઠમ વિગેરે અનેક પ્રકારનું બાહા તપ, મહાકષ્ટ, અલ્પ ઉપકરણ ધારવા તે તથા તેની શુદ્ધતા, મોટી પિંડ વિશુદ્ધિ, અનેક પ્રકારના દ્રવ્યાદિક નિયમ, વિકૃતિ ત્યાગ, એક સિકથ વિગેરેથી નિયમિત પારણું, અનિયત વિહાર, નિરંતર કાયોત્સર્ગ વિગેરે કરવા ઈત્યાદિક બાહય પ્રવૃત્તિ તે બાહ્ય લિંગ છે. બાલ છને તેથી બંધ થાય છે.
(૨) મધ્યમ બુદ્ધિવાળાને ઈર્ષા સમિતિ વગેરે ત્રિકટિ પરિશુદ્ધિ અને આદિ અંત તથા મધ્યમાં હિતકારક સાધુને આચાર કહી બતાવ. પરમ કલ્યાણને ઈછતા સાધુઓએ પ્રવચનની માતાની માફક આઠ માતાએ નિરંતર સંભાળવી. એ પ્રવચનમાતાએ સહિત સાધુને નિયમો સંસારનું ભય રહેતું નથી. વળી વિધિઓ કરીને આગમને ગ્રહણ કરવું. તે ફળ આપે છે. બહુમાનપૂર્વક નિર્મળ આશય રાખીને ગુરૂના પરતંત્રપણે રહેવું, તેજ પરમ ગુરૂ પામવાનું બીજ છે; અને તેથી જ મોક્ષ થાય છે. ઈત્યાદિ સાધુને આચાર માધ્યમ બુદ્ધિવાળાને હમેશાં કહી સંભળાવે.
For Private and Personal Use Only