________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. { પ્રકરણ ૧૮ સર્વજ્ઞ” એ શબ્દ સાંભળતાંજ ઈદ્રભૂતિને, જાણે કોઈએ આક્રોશ કર્યો હોય ને આઘાત થાય, તેમ આઘાત થયેક્રોધાગ્નિ થી તેમનું સવાંગ તપી ગયું, આંખે લાલચળ થઈ ગઈ, મુખ વિકરાળ થઈ ગયું. તેઓ બેલવા લાગ્યા કે “અરે ધિક્કાર! ધિક્કાર ! મરૂ દેશના માણસો જેમ આંબાના વૃક્ષને છોને કેરડાના ઝાડ પાસે જાય, તેમ એ દેવતાએ મને છેવને એ કઈ પાખંડ (ઈદ્ર જાળીઓ) આવેલ છે તેની પાસે જાય છે. શું મહારા વિના બીજે કઈ સર્વજ્ઞ આ કાળમાં જગતમાં છે? સિંહની આગળ બીજા કોઈ પ્રરાક્રમી હાય જ નહી! કદિ મનુષ્ય તે મુખે હેવાથી, તેની પાસે જાય તે ભલે જાય, પણ આ દેવતાઓ કેમ જાય છે? ખરેખર તે ઈદ્રજાળીને દંભ કેઈ મહાન લાગે છે. પરંતુ જે એ સર્વજ્ઞ હશે, તેવાજ આ દેવતાઓ પણ જણાય છે. જે યક્ષ હેય તેજ બલિ અપાય છે. મહારાથી એ સહન થઈ શકશે નહી. એજ દેવઅને અહિં મળેલા મનુષ્યના દેખતાં હું તેના સર્વજ્ઞાપણાને ગર્વ હરી લઉં.”
આ પ્રમાણે ગર્વથી બોલતા તે ઈંદ્રભૂતિ પિતાના પાંચ શિષ્યના પરિવાર સહ, બીરૂદાવલી બોલાવતા જ્યાં પ્રભુ મહાવીર સમવસરણની અંદર બેસી દેશના આપે છે ત્યાં આવ્યા.
સમવસરણની રચના અને અતિશયોની બાહ્ય સમૃદ્ધિ અને તેજ જોઈ “આ શું?” એમ ઈંદ્રભૂતિને આશ્ચર્ય થયું.
સમોસરણની અંદર પ્રવેશ કરી જ્યાં પ્રભુ બીરાજેલા છે, તેમના સન્મુખ જતાં અમૃત જેવી મધુર વાણીવડે પ્રભુએ ઇંદ્રભૂતિને કહ્યું, “હે ગૌતમ ગોત્રી ! ઈદ્રભૂતિ ! તમને કુશળ છે?” '
શું આ મારા નામ અને શેત્રને જાણે છે?” વળી મનમાં આવ્યું કે, “મારા જેવા જગત્મસિદ્ધિ માણસને કોણ ન જાણે. પણ જો મારા હૃદયમાં રહેલા સંશયને તે જણાવે, અને તે તે પિતાની જ્ઞાન સંપત્તિવડે છેદી નાખે, તે એ ખરા સર્વજ્ઞ છે એમ હું માનું.” એ પ્રમાણે ઈદ્રભૂતિના મનમાં વિચાર ઉદ્દભવ્યા.
For Private and Personal Use Only