________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
બી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૭ આ વખતે રાણી મૃગાવતીની વિજયા નામની દાસી ત્યાં આવેલી હતી. તેણે આ દંપતીની વાત સાંભળી તે પિતાની સ્વામિનીને કહી, રાણુને તેથી ઘણે ખેદ થયેક અને પિતાની નગરીમાં ચાર ચાર માસથી પ્રભુ ભિક્ષા લીધાવિના પાછા જાય છે, તેથી તેમને અભિગ્રહ શું હશે તે જાણવા માટે તેને ચિંતાની સાથે જીજ્ઞાસા ઉત્પન થઈ. રાણીને શેકાતુર અવસ્થામાં જોઈ શતાનીક રાજા સંભ્રમ પામી તેના ખેદનું કારણ પુછ્યું.
મૃગાવતીએ જરા ભ્રકુટી ઉંચી કરી, અંતરના ખેદ અને શોભના ઉદ્દગારથી વ્યાપ્ત એવી વાણીએ ઉત્તર આપતાં જણાવ્યું કે, “રાજાએ તે આ ચરાચર જગતને પોતાના બાતમી દારથી જાણી શકે છે, અને આપ તે આપના એક શહેરને પણું જાણું શકતા નથી, તે તેમની પાસે શી વાત કરવી ? રાજ્યના સુખમાં પ્રમાદી થએલા હે નાથ! ત્રણ લેકને પૂજિત ચરમ તીર્થકર શ્રી વીર ભગવંત આ શહેરમાં વસે છે. તેઓ કાંઇ અભિગ્રહને લીધે ઘેર ઘેર ફરે છે, પણ ભિક્ષા લીધા વગર પાછા ચાલ્યા જાય છે. એ આપ જાણે છે ? આપને અને આપના અમાત્યને ધિક્કાર છે, જ્યાં શ્રી વીર પ્રભુ અજ્ઞાત અભિગ્રહે આટલા બધા દિવસે સુધી ભિક્ષા વગર રહયા છે.” ' રાજાએ કહ્યું, “હે શુભાશયેા હે ધમ ચતુરે! તમને શાબાશ છે. મારા જેવા પ્રમાદીને તમે બહુ સારી શિખામણ ચગ્ય સ્થાને આપી છે. હવે પ્રભુને અભિગ્રહ જાણી લઈને હું પ્રાપ્ત કાળે તેમને પારણું કરાવીશ.” પછી રાજાએ તૂર્ત મંત્રિને બોલાવ્યા, અને કહયું કે, “હે મંત્રી ! આ નગરીમાં શ્રી વીર પ્રભુ ચાર માસ થયાં ભિક્ષા વગર રહયા છે, તેથી આપણને ધિક્કાર છે. માટે તમારે ગમે તેમ કરી તેમને અભિગ્રહ જાણી લે કે જેથી હું તે અભિગ્રહ પૂરીને મારા આત્માને પવિત્ર બનાવું.”
મંત્રીએ જણાવ્યું હે મહારાજ ! તેમને અભિગ્રહ જાણી શકાય તેમ નથી, હું પણ તેથીજ બે પામું છું.”
For Private and Personal Use Only