________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
શ્રી મહાવીરસવાભિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ આભિગીક (સેવક વગ) દેવદેવીઓના ગણે, અને કિલિવષાદિક દેવતાઓના પરિવાર સહિત બીરાજેલા હતા. દક્ષિણ લેકાદ્ધની રક્ષા કરનાર તે ઈદ્ર, શક્રેનામા સિંહાસન ઉપર બેસી નૃત્ય, ગીત, અને ત્રણ પ્રકારના વાદ્યવિદ વડે કાળ નિર્ગમન કરતા હતા. તે વખતે અવધિજ્ઞાનથી ભગવંતને ઉપલી રીતે રહેલા જાણી તત્કાળ ઉભા થયા પગમાંથી પાદુકા કાઢી નાખી, ઉત્તરાસંગ કરી જમણું જાનુને પૃથ્વી ઉપર સ્થાપના કરી અને ડાબા જાનુને જરા નમાવી ઈદે પૃથ્વી ઉપર મસ્તક લગાડીને શક્રસ્તવવડે પ્રભુને વંદના કરી, પછી બેઠા થઈને જેના સર્વ અંગેમાં માંચ કંચુક પ્રગટ થએલે છે એવા તે ઈદ્ર મહારાજે સર્વ સભાસદને ઉદ્દેશીને આ પ્રમાણે કહ્યું.
હે સૌધર્મ લેકવાસી સર્વ દે ! શ્રી વીર પ્રભુને અદભૂત મહિમા સાંભળ-પંચ સમિતિને ધારણ કરનાર, ત્રણ ગુપ્તિઓથી પવિત્ર, ક્રોધ, માન, માયા અને લોભથી પરાભવ નહી પામેલા, આશ્રયરહિત, દ્રવ્ય, ક્ષેત્ર, કાળને ભાવમાં કઈ પ્રકારે પણ બુદ્ધિને પ્રતિબંધ નહિ કરનાર, એ પ્રભુ એક રૂક્ષ પુદગલ ઉપર દષ્ટિને સ્થિર કરીને અત્યારે મહા ધ્યાનમાં સ્થિત થએલા છે. તેમને એ ધ્યાનમાંથી ચલાયમાન કરવાને દે, અશુરે, , રાક્ષસ, ઉરગે , મનુ કે લેય પણ શકિતવાન નથી.”
મનુષ્ય લોકમાં જેમ વિવિધ પ્રકારના સ્વભાવવાળા મનુષ્ય હોય છે, તેમ દેવલોકમાં પણ તેવાજ સ્વભાવવાળા દેવે હેય છે. અહ૫ સત્વવાલા છે જ્યારે કે મહાપુરૂષોના ગુણે, તેમનું બળ, અને પરાક્રમનું વર્ણન સાંભળે છે, ત્યારે તેમના મનમાં તેના ઉપર અશ્રદ્ધા અને ઈર્ષ્યા ઉત્પન્ન થાય છે. એકાદ કોઇ મહાસતીન ગુણનું વર્ણન સાંભળી લંપટ પુરૂષને આશ્ચર્ય અને અશ્રદ્ધા થાય છે, એટલું જ નહિ પણ વખતે તે સતીને ચલાયમાન કરવાનું બીડું ઝડપી, તથા પ્રકારના પ્રયાસ આદરી, તે મહા સતીઓને વિનાકારણ આપત્તિઓમાં સપડાવી
For Private and Personal Use Only