________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S
BE
-
Y, JAIM
જી
પ્રકરણ ૧૭ મું.
ભવ સત્તાવીશ (ચાલુ)
છવસ્થાવસ્થા, સાધના, અને પરિસહ. - દીક્ષાના સમયથી કેવલજ્ઞાન પ્રાપ્તિના કાળ સુધી,
પરમ વૈરાગ્યવંત ભગવંત એકલા વિહાર કરતા
હતા. તીર્થકરને કાજ સામાન્ય મુનિઓથી જુદો હોય છે. તેઓ સ્વયંજ્ઞાની હોય છે.
તેમને માથે ગુરૂ હોતા નથી, કેમકે દીક્ષાના
ણ દિવસથી ચાર જ્ઞાન સહિત હોય છે. કેવલજ્ઞાન પ્રાપ્તિના કાલ સુધી કેવળ કમ ક્ષયના હેતુથી જ શુદ્ધ સંયમનું નિરતિચાર, અને અપ્રમતપણે, પાલન કરે છે. તે દરમ્યાન દેવ, મનુષ્ય કે તીર્થંચ સંબંધી જે જે ઉપસર્ગ તેમને થાય, તે વીરતાપૂર્વક સહન કરી શુદ્ધ ધ્યાનમાં મગ્ન રહે છે.
તીર્થકરે દીક્ષાના સમયથી તે કેવલજ્ઞાન પ્રાપ્ત થતા સુધીના વચલા વખતમાં કઈને ઉપદેશ કરતા નથી. કેવલજ્ઞાન સીવાય પદાર્થ માત્રના સર્વ ગુણપર્યાય અને સકલ ય પદાર્થના અનંતા ધર્મનું સ્વરૂપ પ્રત્યક્ષ રીતે જોઈ અને જાણી શકાતું નથી, અને તીર્થકરના વચનમાં પરસ્પર વિરોધ કદી પણ હાય નહી, તે કારથી છમસ્થાવસ્થામાં ઉપદેશ દેવાને તેમને કહ૫ (આચાર)
For Private and Personal Use Only