________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૪ વવું નહિ, કે મૃષા બોલનારને સારે કરી જાણ નહિ, કે તેની અનુમોદના કરવી નહિ.
૩ અદત્તાદાન વિરમણ વ્રત–પતાને જરૂર હોય તેવી કઈ પણ વસ્તુ તેના માલીકના આખ્યા શીવાય મન, વચન, અને કાયાથી લેવી નહિ, લેવરાવવી નહિ, કે તે તેની અનુમોદના કરવી નહિ.
૪ મિથુન વિરમણવ્રત-દેવતા, મનુષ્ય, વા તિર્યંચની સ્ત્રી સાથે મન, વચન, અને કાયાથી મૈથુન સેવવું નહી, સેવરાવવું નહી, કે સેવે તેને સારૂ કરી જાણવું નહી. તેમજ સુષ્ટિક્રમ વિરુદ્ધ મૈથુન સેવવું નહીં. મતલબ શુદ્ધ રીતે મન, વચન, કાયાથી બ્રહ્મચર્ય પાળવું.
૫ પરિગ્રહ વ્રત–કઈ પણ જાતને પરિગ્રહ મન, વચન કે કાયાથી રાખ નહી, રખાવ નહી, કે રાખે તેને સારો કરી જાણ નહી. કારણ પરિચહ એ સર્વ સાવધ–પાપમય પ્રવૃ તિનું મૂલ છે.
આ પાંચ મહાવ્રત અને છઠ્ઠા રાત્રિ ભજન વિરમણ વ્રત એ પ્રમાણે દીક્ષા વખતે મૂખ્ય છ વ્રત લેવામાં આવે છે. સર્વ સામાન્ય મુનિઓને આ વ્રતના પાલનના અંગે કરણે સીરી, ચરણ સીત્તરી, પિંડ વિશુદ્ધિ વિગેરે વિવિધ જાતના નિયમોનું પાલન કરવાનું હોય છે. તીર્થકરને આ કલપ લાગુ થતું નથી; કેમકે તેઓની છઘસ્થાવસ્થામાં આત્મિક વિશુદ્ધિ ઉત્તરતર ચઢતા દરજજાની હોય છે, તેમજ તેમનું ચારિત્ર ઘણું જ વિશુદ્ધ હોય છે.
ભગવંત મહાવીરને દીક્ષા અંગીકાર કરવાને ગર્ભમાંથી થએલે સંકલ્પ ત્રીશ વર્ષની ઉમરે પુરે થાય છે. ગર્ભમાંથી જ દીક્ષા સંબંધી વિચારે ઉત્પન્ન થવા એ પૂર્વ ભાગમાં શુદ્ધ રીતે ચારિત્ર ધર્મનું પાલન કરેલ, તેના જે ઉત્તમ સંસ્કાર જીવને લાગેલા તેનું જ આ પરિણામ છે. આ ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે, જીવનમાં જેવા પ્રકારના ઉત્તમ, મધ્યમ, વા કનિષ્ઠ સંસ્કારનું સેવન કરવામાં
For Private and Personal Use Only