________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪.
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૪ કરવાને ચારિત્ર ધર્મનું અંગીકાર કરવું અને તેનું શુદ્ધ રીતે પાલન કરવું એને શાસ્ત્રકારેએ ઉત્તમોત્તમ રાજમાર્ગ કહ્યો છે. મેક્ષાભિલાષી જીવોને માટે તે તે પુષ્ટ આલંબન છે. ગૃહસ્થપણમાં રહીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર મુમુક્ષે અ૫ છે. જ્યારે સર્વ વિરતીગ્રહિ કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર અનંતા છે. ગૃહસ્થપણુમાં રહીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારની પરિણતી ભાવથી છઠ્ઠા ગુણ સ્થાનકને લાયકનીજ વર્તાતી હોય છે, અને ગૃહસ્થાવાસમાં તેમની પ્રવૃત્તિ પણ ઉદાસીન ભાવની હોય છે.
અનંતા તીર્થ કરે થઈ ગયા. તે સર્વેએ પિતાની અખૂટ રાજ્ય ઋદ્ધિ, અને ચકવર્યાદિ ઋદ્ધિને ત્યાગ કરી દિક્ષા અંગીકાર કરી હતી. વર્તમાનમાં વિચરતા તીર્થકરેએ દીક્ષા અંગીકાર કરી છે, અને ભવિષ્યમાં જે તીર્થકરે થશે તે તમામ દીક્ષા અંગીકાર કરશે, એમ જ્ઞાનીઓનું કથન છે. આત્મ કલ્યાણના માટે, સર્વ સાવ વ્યાપારના ત્યાગની, અને પંચ મહાવ્રત અંગીકાર કરી તેના અવિચિછન્ન પાલનની જરૂર છે, અને તેજ ઉત્સર્ગ, ઉત્તમ મૂખ્ય માર્ગ છે. જેની શક્તિ હોય તેમણે તે સર્વ વિરતી ચારિત્રધર્મ–અંગીકાર કરવો એવી જીનેશ્વરની આજ્ઞા છે. જેએને ચારિત્રધર્મ પાલન કરવાની શક્તિ ન હોય તેમણે ગૃહસ્થધમ પાલનરૂપ દેશ વિરતી–સમ્યફત્વ મૂળ બારવ્રત તે પૈકી જેટલાં પિતાથી પાળી શકાય, તેટલાં વ્રત અંગીકાર કરી તેનું શુદ્ધ રીતે પાલન કરવું. નિદાન ગૃહસ્થ ધર્મને અંગે મિથ્યાત્વને ત્યાગ કરી સમ્યત્વ અંગીકાર કરવું એવી પણ જીનેશ્વરની આજ્ઞા છે.
તીર્થકરો તે ભવે મોક્ષે જવાવાળા છે એમ તેઓ જાણે છે, તે પણું ચાસ્ત્રિ અંગીકાર કરે છે. જ્ઞાને પગથી દીક્ષાને કાળ નજીક આવ્યું છે એમ જાણી તેઓ સંસારથી વિશેષ વૈરાગ્યભાવને પામે છે. જ્યારે તેમને દીક્ષા લેવાને એક વર્ષ કરતાં કંઈક અધિક કાળ બાકી હોય છે, ત્યારે લેકાંતિક દેવલોકમાં રહેનાર દેવેને એ આચાર છે કે તેઓ તીર્થકરની પાસે જઈ તેમને વંદન કરીને
For Private and Personal Use Only