________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૩ આપશ્રી અહીં આવ્યા તે બહુ સારું થયું. આપને તકલીફ લેવાનું શું કારણ હતું ? મને બોલાવ્યું હતતે આપની આજ્ઞાથી તુર્તજ આપની પાસે હાજર થાત.”
દેવીએ કહયું, “અમારા ઘણુ ઉદયનું કારણભૂત તમે જે અમારે ઘેર ઉપન્ન થયા છે તે કાંઈ અમારા અલ્પ પુણ્ય નથી તમને અવલોકન કરતાં ત્રણ જગતના જીવને પણ તૃપ્તિ થતી નથી, તે - તમારા દર્શન રૂપ દ્રવ્ય વડે મહાધનીક એવા અમને કેમ તૃપ્તિ થાય? હે કુમાર ! અમે જાણીએ છીએ કે, તમે સંસારથી વિરક્ત છે, તે છતાં અમારા પર અનુકંપાથી ગૃહવાસમાં રહ્યા છે તે વિનયના સ્થાનરૂપ? તમે જે કે તમારી મને વૃત્તિને કબજે રાખી એ દુષ્કર કાર્ય કરેલું છે, તથાપિ એટલાથી અમને તૃપ્તિ થતી નથી; તમને અમે વધુ સહિત જોઈ તૃમિ પામીએ, એમ કરવા માટે સામે આવેલી રાજકન્યા યશોદા સાથે લગ્ન કરે. રાજાજી પણ તમારે વિવાહ મહોત્સવ જેવાને ઉત્કંઠીત છે. અમારા બનેના આગ્રહથી અનિચ્છાએ પણ અનુમતિ આપ.” - માતાજીને આ અતિ આગ્રહ જોઇ પ્રભુ વિચારમાં પડયા કે, “ આજે આ મારે શું આવી પડયું ? એક તરફ માતા પિતાને આગ્રહ છે, અને એક તરફ સંસાર પરિભ્રમણને ભય છે. ખરેખર માતપિતાને મેહ દુનિવાર્ય છે. સંસારમાં મેહનું સામ્રાજ્ય અજેય છે. હવે શું કરવું ? માતાને દુઃખ થાય છે એ શંકાથી ગર્ભ માં પણ હુ અંગ સંકોચીને રહયે હતું, તે હવે તેમની મને વૃત્તિ દુભાય તે બરોબર નહી. વળી મહારે ભેગાવની કર્મ હજુ બાકી છે, તેથી અનિચ્છાએ પણ તેમની આ આજ્ઞા સ્વીકારવી જોઈએ ” આ પ્રમાણે મનમાં નિર્ણય કરી સંજ્ઞા દ્વારાએ અનુમતિ જણાવી.
રાણએ પુત્રે આપેલી અનુમતિ હર્ષપૂર્વક રાજાને જણાવી. શુભ દિવસે રાજાએ મહાવીર કુમાર અને યશોદાને વિવાહ મહત્સવ જન્મોત્સવના જે કર્યો. વઘુવરને જોઈને માતા પિતા
For Private and Personal Use Only