________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર, [ પ્રકરણ ૧૦ હતી. એની ગણત્રી બેતાલીશ પ્રકારની પુણ્યપ્રકૃતિમાં અને બાકીનાની પાપ પ્રકૃતિમાં કરવામાં આવેલી છે. શરીરને આકાર તેને સંસ્થાન કહે છે. તેને પણ છ ભેદ છે. છ પ્રકારના સંરથાનનું સ્વરૂપ એજ કર્મ ગ્રંથની ચાલીશમી ગાથાના વિવેચનમાં આ પ્રમાણે વર્ણન કરેલું છે.
૧ સમચતુરઢ સંસ્થાન-મનુષ્ય પર્યકાસને બેસે; તેના બે ઢીંચણ વચ્ચેનું અંતર ૧, તથા જમણે ખભે અને ડાબા ઢીચણ વચ્ચેનું અંતર ૨, ડાબા ખભા અને જમણા ઢીચણ વચ્ચેનું અંતર ૩, અને પલાંઠીના મધ્ય પ્રદેશથી નિલાડ-કપાલનું અંતર ૪, એ ચારે પાસે સરખું હેય, અને સર્વાગે સુંદર હોય તેને સમચતુરસ્ત્ર સંસ્થાન કહે છે.
૨ શોધ પરિમંડળ સંસ્થાન-નાભિ ઉપર સંપૂર્ણ સુંદર અવયવ હોય અને હેઠેના પ્રદેશમાં હીનાધિક હેય તેને ન્યુઝોધ પરિમડળ સંસ્થાન કહે છે.
૩ સાદિ સંસ્થાન-નાભિથી નીચે સંપૂર્ણ અવયવ હેય અને ઉપર હીનાધિક હોય તેને સાદિ સંસ્થાન કહે છે.
૪ મુજ સંસ્થાન-હાથ, પગ, મસ્તક, ગ્રીવા (ડાક) સુલક્ષણ હોય અને હૃદય, પેટ, હીન હોય તેને કુજી સંસ્થાન કહે છે. ( ૫ વામન સંસ્થાન- હૃદય તથા પેટ સુલક્ષણ હોય અને હાથ, પગ, શીર, રીવા કુલક્ષણ હોય તેને વામન સંસ્થાન કહે છે.
૬ હુંડક સંસ્થાન-સર્વ અંગોપાંગ કુલક્ષણ હીનાધિક હોય હેય તેને હુંડક સંસ્થાન કહે છે.
આ છ પ્રકારના સંસ્થાનમાં દેવતાઓને સમચતુરસ્ત્ર સંસ્થાન હેય. ગર્ભજ મનુષ્ય એ છ સંસ્થાનના અધિકારી છે. તેમ ગર્ભજ તિર્યંચ પણ એ છના અધિકારી છે. બાકીના સર્વ જાતિના જીવે છેલા હુડક સંસ્થાનના અધિકારી છે. ભગવંત મહાવીરના શરીરની
For Private and Personal Use Only