SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૨ શ્રી મહાવીરસવમિ ચરિત્ર. પ્રકરણ ૧૩ સંપદા પામનાર, સતી મયણાસુંદરી અને શ્રીપાલચત્રિનું પઠન પાઠન થાય છે. એ દિવસે જેમ બને તેમ વિશેષ પ્રકારે નિર્દોષ રીતે વ્યતિત થઈ ધર્મરાધનમાં વધુ સહાયકારક બને, તેના માટે ધમંજીજ્ઞાસુઓ પોતાથી થાય તેવી પ્રવૃત્તિ કરે છે. ચત્ર માસમાં અજવાળીયા પખવાડિયામાં શ્રી નવપદ આરાધનના નિમિત્ત કારણરૂપ આયંબીલતપની ઓળીના દિવસે આવે છે. શ્રી જિનેશ્વરના પવિત્ર ધર્માનુરક્ત મહાનુભાવે, શ્રી નવપદ આરાધનામાં લીન થઈ, આત્માનંદમાં દિવસે વ્યતિત કરે છે. નવપદની ઓળીનું આરાધન કરનાર બે વખત આવશ્યક ક્રિયા કરી દેવવંદન કરે છે. શ્રી નવપદનું અને શ્રી જિનેશ્વર પ્રભુનું ઉત્તમ સામથિી પૂજન અર્ચન કરે છે. શ્રી જિનેશ્વરના મંદિરમાં વિવિધ પ્રકારથી આંગીઓ રચાવવામાં આવે છે. તે નિમિત્તે કર્મ નિજેરાના નિમિત્ત કારણરૂપ આચાર્લી તપ કરવામાં આવે છે. તે પખવાડીયાની (ચૈત્ર સુદ ત્રદશી) તેરસના દિવસની મધ્ય રાત્રિ થએલી છે. ચંદ્રની નિર્મલતા ઉજજવળતા અને સૌમ્ય કીરશોથી જગતની અંદર શાન્તિ પ્રસરી રહેલી છે. તે સમયે કાક, ઘુવડ, અને દુર્ગાદિક પક્ષિઓ પણું જયકારી શબ્દ કરી સુલટી પ્રદક્ષિણા દેઈ રહ્યા છે. પવન પણ પ્રદક્ષિણાએ પ્રવર્તતે સુગંધ અને શીતળતાથી જગતના છેને સુખ આપી રહ્યું છે. વસંત જતના ગે તમામ જાતની વનસ્પતિ પ્રપુલિત થઇ, દશે દિશાઓ સુગંધમય થઈ રહેલી છે. તે રાત્રે હસ્તાતરા નક્ષત્રને વેગ આવ્યું છે. તે વખતે શુભ લગ્ન અને ગ્રહ ઉંચ સ્થાનકે આવેલા છે. એવી રાત્રિના સમયે નવ માસ અને સાડા સાત દિવસ વ્યતિત થતાં, સમાધિ અને પીડારહિત, નિરાબાધપણે, ત્રિશલા રાણી ત્રણ જ્ઞાને કરીને સહિત સિંહ લાંછનવાળા અને સુવર્ણ કાંતિવાળા પુત્રરત્નને જન્મ આપે છે. તીર્થકરની પુણ્યાઈના ગે સામાન્ય મનુષ્યની પેઠે તીર્થકર ગર્ભમાં છતાં માતાનું ઉદર વૃદ્ધિ પામતું નથી, તેમજ ગર્ભકાલમાં અને પ્રસવકાલ વખતે તીર્થકરના જીવને કે તેમની માતાને કોઈપણ જાતની પીડા કે અશાતિ થતી નથી. For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy