________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૨ આવ્યા છે, તે ગુણ પ્રત્યયીક અવધિજ્ઞાનના આશ્રયી છે. ફક્ત તીર્થકરોજ આ જ્ઞાન સહિત ગર્ભમાં ઉત્પન થઈને જમે છે.'
અવધિજ્ઞાનની ઉત્કૃષ્ટી સ્થિતિ કાંઈક અધિક છાસઠસાગરો પમની છે, અને જઘન્યથી કેઈ જીવને આશ્રિત એક સમયની છે.
અવધિજ્ઞાનના ક્ષયોપશમની તરતમ્યતાથી અથવા દ્રવ્યાદિકની વિચિત્રતાના સંબધેથી જ તેને સામાન્યપણે અસંખ્યતા ભેદેવાલું કહેલું છે. કાળની અપેક્ષાએ, અથવા ક્ષેત્રની અપેક્ષાએ, દ્રવ્ય અને પર્યાયની અપેક્ષાએ તેના અસખ્યાતા ભેદો થઈ શકે છે.
મને પર્યાવજ્ઞાન. મન ચિંતિત અર્થનું જાણવું તેને મનઃ પર્ય વજ્ઞાન કહે છે. અઢી દ્વીપમાં સંજ્ઞીપચંદ્રિય જીવના મનોગત ભાવને જાણે તેને મનઃ પર્યવિજ્ઞાન કહેવામાં આવે છે. તેના બે ભેદ છે.
૧ જજુમતી–સામાન્યપણે મનને અયવશાયને જાણે, તેને જજુમતી મનઃ પર્યવ જ્ઞાન કહે છે. જેમ એણે ઘડે ચિંતવ્યો છે એટલુંજ સામાન્ય પણે મનના ભાવ જાણે.
૨ વિપુલમતી-વિશેષ પણે જાણે તેને વિપુલમતી કહે છે. એણે જે ઘડે ચિંતવ્યું છે, તે સુવર્ણને,અમુક દેશમાં પેદા થએલે, અમુક ઘાટને, માપ, ઇત્યાદિ વિશેષ પણે મનના અધ્યવસાય વિપુલમતી મન:પર્યવજ્ઞાની જાણ શકે છે.
જજુમતી મન:પર્યવજ્ઞાની દ્રવ્યથી અનંતા અંનત પ્રદેશી કંધ જાણે દેખે, અને વિપુલમતી તેજ સંકલ્પને અધિક વિશુદ્ધપણે દેખે. ક્ષેત્ર થકી બાજુમતી હેઠે રત્ન પ્રભાના ક્ષુલ્લક પ્રતર લગે, ઉંચું તિષીના ઉપર તલાલ, તિછું અઢી દ્વીપમાંહે એટલે અઢી દ્વીપ બે સમુદ્રમાં આવેલા પનર કર્મભૂમિ, ત્રીશ અકર્મ ભૂમિ, છપન્ન અખ્તર દ્વિપને વિષે સંજ્ઞીપંચેંદ્રિય પર્યાપ્તાના મને ગત ભાવ જાણે છે, અને વિપુલમતી તેહીજ ક્ષેત્ર અઢી અંગુલ
For Private and Personal Use Only