________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. 3.
ગર્ભનુ પલટવું. વિષે, ક્ષત્રિયના કુલ વિષે, હરિવંશ કુલના વિષે, તેમજ તેવાજ પ્રકારના વિશુદ્ધ જાતિના કુલવંશે કરીને સહિત એવા કુલને વિષે આવ્યા છે, આવે છે, અને આવશે. તથાપિ “લેગર છે રજૂઅ” એ પાઠે કરી આ વાત આશ્ચર્યકારક છે. આવા આશ્ચર્યકારક બનાવ કેઈ કાલે એટલે અનંતી ઉત્સર્પિણ અને અવસર્પિણી વ્યતિત થયે બને છે. ભગવંત બ્રાહ્મણના કુલમાં ઊત્પન થયા એ પણ આશ્ચર્યકારક બનાવે છે. પણ ભગવંતને અહિં રાખવા એ યુક્ત નથી. મહારી ભક્તિ છે, ફરજ છે તે મહારે બજાવવી જોઈએ તે એ કે પ્રભુને ઉત્તમ સ્થાનકે મોટા કુલને વિષે ગર્ભ પલટાવીને મુકાવવાની તજવીજ કરૂં, જેથી નીચ કુલમાં તેમને જન્મ થાય નહીં. ત્રણે કાલમાં જે જે વખતે જે ઇંદ્ર હોય તેમને એ આચાર છે, તે હું પણ ભગવંતને દેવાનંદા બ્રાહ્મણની સૂક્ષીમાંથી લેઈને ઉત્તમ-- શિરોમણી, શુરવીર ક્ષત્રી કુલના વિષે સ્થાપન કરવાની તજવીજ કરૂં. હાલમાં તેવા પ્રકારનું કયું કુલ છે ? એમ વિચાર કરી અવધી જ્ઞાનને ઉપગ મુકતાં તેમના જાણવામાં આવ્યું કે, આ ભરતક્ષેત્રમાં મહીડલના મંડનરૂપ ક્ષત્રીયકુંડ નામે નગર, માર નગરના જેવું સુંદર છે. જ્યાં વિવિધ જાતીના સુંદર, રમણીય સૈન્ય છે, ધર્મનું સ્થળ છે, અન્યાયથી રહિત અને પવિત્ર સાધુઓથી વાસીત છે. ત્યાંના રહેવાશી લોકો મૃગયા વિગેરે સપ્તવ્યશનથી–રહિત છે. તેથી એ નગર તીર્થની જેમ પવિત્ર કરનાર છે. એ નગરને ઈવાકુવંશમાં ઉત્પન્ન થએલા સિદ્ધાર્થ નામે પ્રખ્યાત રાજા છે, જે જીવાજીવ દિ તને જાણકાર, નીતિ, ન્યાય, અને ધર્મને પિતાના પ્રાણથી અધિક ગણનાર છે. પ્રજાને સન્માર્ગે સ્થાપન કરનાર, પિતાની જેમ પ્રજાનું હિત ચાહનાર છે. દિન અનાથ વિગેરે દુઃખીયા લોકોને ઉદ્ધાર કરવામાં બંધુરૂપ છે, શરણની ઈચ્છાવાળાને શરણ કરવા લાયક છે, અને ક્ષત્રિામાં શિરોમણી છે. તે રાજાની સતીજનોમાં શ્રેષ્ટ, અને જેના ગુણ તથા આકૃતિ તુતિ કરવા લાયક છે, એવી પુણ્યની ભૂમિરૂપ ત્રિશલા નામે મુખ્ય પટ
For Private and Personal Use Only