________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે
S
કે
પ્રકરણ ૭ મું.
: Ps.
STA
—
વીશ સ્થાનક પદ
ગવત મહાવીરને જીવે પચીશમાં નંદન કષીના ભાવમાં આ વીશ સ્થાનક પદનું આરાધન કર્યું, તેથી તીર્થકર નામ t; I કર્મ જેવા મહાન ઉંચ કર્મને નિકાચિત બંદ
હરિ કર્યો, એ વીશ સ્થાનક પદનું વિસ્તાર પૂર્વક થી ત: વર્ણન આપવામાં આવે તે તેને એક સ્વતંત્ર 2 ) ગ્રંથ થાય, અને આ ચરિત્રના અંગે વિષયાતરન દેષને પ્રસંગ આવે તે કારણથી એ વિશના નામ અને તેની ટૂંકી સમજણ આપવાથી સંતોષ પકડવાનું દુરસ્ત ધાર્યું છે.
૧ શ્રી અરિહંત પદ–શ્રી જિના ગમના સારભૂત શ્રી પંચ પરમેષ્ટિ મહા મંત્રમાં આ પદ મુખ્ય છે. શ્રી અરિહંત ભગવંત વિચરતા હોય ત્યારે તેમની અને તેમના અભાવે તેમના સ્થાપના નિક્ષેપ ઇન પ્રતિમાની શ્રદ્ધાશયથી દ્રવ્ય અને ભાવથી ભક્તિ કરવાથી તેમજ શ્રી જનાજ્ઞાનું પાલણ કરવાથી શ્રી જીતેદ્રના કલ્યાણકના દીવશે વિશેષ પ્રકારે ભક્તિ કરવાથી શ્રી જિનબિંબ ભરાવી તેમની અંજન શલાકા કરાવવાથી, શક્તિ પ્રમાણે ન્યાપાર્જિત ધનથી શ્રી જિન ચિત્ય કરાવી તેમાં પ્રતિમા સ્પાન કરી પ્રતિષ્ઠા કરાવવાથી પ્રાચિન જિન મંદિરના જીર્ણોદ્ધાર કરાવવાથી શ્રી જિનેશ્વરની સપ્ત પ્રકારની સુદ્ધિપૂર્વક અષ્ટ પ્રકારી, એકવીશ પ્રકારી વિગેરે નિરંતર પૂજા કરવાથી વિવિધ રીતે આ પદનું આરાધન થઈ શકે છે.
For Private and Personal Use Only