SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ [. જે. વિદ્યાલય ૨૪તરમારક] વિચારપ્રવાહ અને વિશ્વ પરિવર્તન ૧૦૭ જતાં આપણા જ દેશને બે દશકાને ઈતિહાસ જોઈએ. આજથી પાં સદી પહેલાં કહેવાય છે કે વિદેમાતરમ કહેવામાં દેશ ગણાતે. સંપૂર્ણ રવાતંત્ર્ય એ એક આદર્શવાદનું ફક્ત એક અંતિમ ધ્યેય હતું. રાજકારણમાં અહિંસાને એક અણુ જેવુંએ સ્થાન ન હતું પરંતુ એક જ વ્યક્તિની પ્રતિભાઓ, ધુને અને તપસ્યાએ આખાયે દેશની સૂરત ફેરવી નાખી છે. આપણુ ગુજરાતના પા સદી પહેલાના સંસાર સુધારામાં એક અગ્રણી વિચાર ધરાવનાર સ્વ. સર રમણભાઈનું “ભદ્રંભદ્ર' તમે વાંચ્યું હોય તો તમને સમજાશે કે આપણા સામાજિક વિચારોમાં આપણે કેટલું આગળ વધ્યા છીએ. સ્પર્શાસ્પર્શ, પરદેશગમન, આંતરકામીય સંબંધે, આપણે લગ્નવ્યવસ્થા, વારસાહક બાબતમાં કહે કે વ્યક્તિત્વ અંગે કહે તે બાબતમાં સ્ત્રીવર્ગનું બદલાએલું સ્થાન, કેળવણી બાબતમાં આપણે બદલાતું–પ્રગતિ તરફ-વલણ અને વધુ મુશ્કેલ તવા વિધવાવિવાહ કે છૂટાછેડા જેવા પ્રકામાં પણ વધુ સ્પષ્ટ થતું વલણ આ બધું એક જ સૂચવે છે કે “મગજનાં દ્વાર” ખુલ્લાં રાખી આપણે પ્રગતિ પંથે આપણી યાત્રા ચાલુ રાખી છે. આપણે-વધુ સંકુચિત વર્તુળ-જે અંગત વર્તુળ કહી શકીએ, તેવા આપણી જૈન સમાજ પ્રતિ જરા જુએ. આપણે કેમ મુખ્યત્વે વ્યાપાર વ્યવસાયી હૈઈ તે જે તે સ્થળ ગતિએ ચાલે છે છતાં આપણે પણ એક મહાપ્રજાનું અંગ જ છીએને? આપણે આજે ત્રણ ફિરકાના સંગઠ્ઠનને વિચાર કરીએ છીએ. આપણે જે કે મહદઅંશે નહીં તે કંઈક જરૂરી ગણીને આપણો ધનપ્રવાહ કેળવણીના કેંદ્ર-શ્રી મહાવીર વિવાલય જેવાં–પાછળ વાળીએ છીએ અને આપણે “કેમીવાદ” ને ન ઉજતાં દેશહિતને પ્રથમ વિચાર કરીએ છીએ. | આટલું સંતાકારક સરવૈયું છતાં સંપ્રદાયવાદમાંથી જન્મતી સામાન્ય વિચારો ન સમજવાની અસહિષ્ણુતાને લીધે આપણે ધણાઓ પછાત છીએ. ચતુર્વિધ સંધના ચાર વિભાગમાં દરેક વિભાગનું શું સ્થાન છે તે બાબતમાં ઘણી ચડસાચડસી છે. તદુપરાંત મને તે એમ પણ લાગે છે કે આજે આપણે કંઈક નિર્ણાયક કે માર્ગદર્શક વિહેણાં છીએ એટલે આપણું નાવ સાધે પંથે ન ચાલતાં ખૂણે ખાંચરે વચમાં વચમાં લંગરાનું આગળ ચાલે છે. પરંતુ વિશ્વ પરિવર્તનની વચમાં આ અતિ મહત્વની છતાં ગૌણ બાબત છે. અંગે અંગને વિકાસ મહત્વને છતાં સર્વદેશીય વિકાસની મહત્વાકાંક્ષા આગળ આ પૃથક્કરણ એક વિભાગી અહેવાલ જેવો છે. મહા ધુંધ આગળ તે ઝીણાં ઝીણું ઝરણાં છે. આજે માનવજાતનું એક મહાભારત રચાઈ રહ્યું છે. કારણ કે શાહીવાદ કહો, વ્યાપારી બજારની ભૂખ કહે કે વિશ્વ સ્વામિની મહત્વાકાંક્ષા કહો, આવાં આવાં કારણોને લઈને દુનિયાની પ્રજાએ માંહોમાંહે આથડી રહી છે. પ્રત્યેક રાષ્ટ્રને લાગે છે કે આજે બીજાને તે કાલે આપણે વારે, ભલે પછી “ભક્ષ થવાનાં તિથિ કે મુહૂર્ત અક્કસ હોય પરંતુ આ પરિસ્થિતિનું પૃથક્કરણ કરતાં પણ તેના ગર્ભમાં તે અમુક આદર્શવાદ કે વિચારશ્રેણીની ઉગ્ર અથડામણે જ જડે છે. આ અથડામણે કેમ અટકી શકે? તેનો ઈલાજ શે? છે કાઈ એ ધુરંધર વૈવ આ મહાગની ચિકિત્સા કરે તેમ? જૈનશાસ્ત્ર જેને “પરિગ્રહપરિણામ’ કહે છે, તેમ મહાત્માજી કહે છે કે “live and let live' પરંતુ દુનિયાના રાજપુને આ સિદ્ધાંત પ્રણેતાઓને “આદર્શ ઘેલડા” કહે છે. આ સિદ્ધતિ પાછળ ભલે નક્કર સત્ય હોય, પરંતુ તેને અમલ કણ કરાવશે તેમ તેઓ પૂછે છે. આમ છતાં મને લાગે છે કે માનવસમાજ આ સર્વભક્ષી પુનરાવર્તનથી થાય છે. શાસ્ત્રમર્યાદાની વાત ફરી થવા
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy