SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ કે વ્યવહારિક બાખામાં રજૂ ન થાય ત્યાં સુધી કોઈપણ નિર્ણય ઉપર આવવા માટે પૂરતી વિચાર સામગ્રી પ્રાપ્ત ન જ થાય. આ ખાખત લક્ષ્યમાં રાખીને અમને સાંપડી તેવી વિવિધ વાનીઓથી ભરપૂર રસથાળ ગુજરાતી જનતાના આસ્વાદ માટે અમેએ તૈયાર કર્યાં છે. તેમાં ગળપણુ હશે તેમ ખટાશ પણુ હશે; તેમાં તીખાશ હશે તેમજ મીઠાશ પણ હશે. દરેક વાંચનારને પાતપાતાની રુચિ અનુસાર કાંઈ ને કાંઈ વસ્તુ આ ગ્રંથમાંથી મળી રહેશે એવી અમે આશા રાખીએ છીએ. કેટલાક લેખા ધણા મેડા મળવાથી તેા કેટલાક લેખા અમેએ નકકી કરેલા ધારણને પહોંચી શકતા નથી એમ લાગવાથી આ ગ્રંથમાં દાખલ કરી શકાયા નથી. અને ત્યાં સુધી સારા લેખાને આ ગ્રંથમાં સ્થાન આપવું એ ધેારણને ધ્યાનમાં રાખીને લેખા પસંદ કરવામાં આવ્યા છે એમ છતાં સંભવ છે કે લેવા જોઈતા કાઈ ફાઈ લેખા ન લેવાયા હોય અને એ રીતે જે કાઈ લેખકને અન્યાય થયા હાય તેની અમારે ક્ષમા માગવી જોઈએ, જે જે લેખકોએ અમારી વિજ્ઞપ્તિને સન્માનવા કૃપા કરી છે તે સર્વ લેખકોના અમે ખરેખર ખૂબ ઋણી છીએ. બહુ થોડા સમયમાં આ કાર્ય પૂરું કરવાનું હાઇને જે જે લેખકેા સહેલાઈથી ઉપલબ્ધ હતા તેમને પ્રૂફ મોકલી શકાયા છે. બાકીના લેખાની મેટર સાથે પ્રૂફ ખરેાબર મેળવી લેવામાં બનતી સંભાળ રાખવામાં આવી છે. આમ છતાં પણ એક યા બીજા કારણને લીધે પ્રશ્નને લગતી અનેક ભૂલા રહી જવા સંભવ છે. આવી ભૂલ માટે અમે ક્ષમા માગીએ છીએ. 내 આ ગ્રંથ ‘ કર્ણાટક પ્રેસ’ માં છપાવવામાં આવ્યે છે. એ પ્રેસના માલીક અને મેનેજરે માગી તેટલી સગવડ આપી છે. તેમણે રાત દિવસ ન જોતાં ખાસ ધ્યાન રાખીને આ કામ કરી આપ્યું છે. અનેક આગવડા તેમજ અલ્પ સમય હેાવા છતાં મુત્યુની દૃષ્ટિએ ઊડીને આંખે વળગે તેવું આ કામ થયું છે. એ માટે તેમને આભાર માનવાની અમે આ તક લઈ એ છીએ. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના આદ્યપ્રેરક આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયવલ્લભસૂરીધરજીએ એક પ્રેરક લેખ લખી મેલવા કૃપા કરી છે જેને સંસ્થાના ઈતિહાસ વિભાગમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. મુનિશજશ્રી પુણ્યવિજયજીએ પણ ‘નિર્યુક્તિ’ સંબંધી એક અતિ મનનીય લેખ આપ્યા છે જેને લીધે ગ્રંથના ગારવમાં જરૂર વધારો થયા છે. તે લેખ બહુ જ મોડો મળવાથી અમારે તેને ગ્રથના અન્તભાગમાં સ્થાન આપવું પડ્યું છે. આ ગ્રંથના સુશાભનમાં અનેક વ્યક્તિઓના ફાળા છે. આ ગ્રંથના જંકેટનું આખું નિર્માણુ ચિત્રકાર શ્રી જયન્તીલાલ ઝવેરીનું છે. તેની અંદર વિદ્યાલયના રજત મહાત્સવને સૂચવતા પચ્ચીશ ધજાવાળા ઈન્દ્રધ્વજ છે, હંસવાહિની અને વિણાવાદિની સરસ્વતી છે, નીચે અષ્ટમંગળ છે અને તે ઉપર ધર્મચક્ર છે. બન્ને ખાજુએ પંચજ્ઞાન સૂચક પંશિખ દીપિકા છે, પૂડાનું ડીઝાઈન ગુજરાતના જાણીતા ચિત્રકાર શ્રી. રવિશંકર મહાશંકર રાવળ પાસે તૈયાર કરાવવામાં આવ્યું છે. વચ્ચે ચેાડવામાં આવેલ ચિત્ર જૈન ગ્રંથીના આધારે આલે ખાએલ સરવતીનું છે. આ ચિત્ર પ્રગટ કરવાની પરવાનગી આપવા માટે અમે શ્રી. સારાભાઈ
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy