SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાનંદ કરછ કપડીઆ મિ. છે. જવાહયા જના વડે સાકર બનાવવાની રીત શોધી કાઢી. એક માનવીએ સંહારને ઉત્તેજન આપ્યું. બીજાએ માનવી જીવનની મધુરતામાં વધારો કર્યો. વિજ્ઞાનની શોધ વડે આજનાં યુદ્ધોએ ભારે વ્યાપક અને અઘોર સંહારક સ્વરૂપ પકડ્યું છે પણ એથી કેઈએ હતાશ બનવાનું કારણ નથી. પ્રાણુશાસ્ત્રને અભ્યાસ કરતાં એક એવો નિયમ આપણી જાણમાં આવે છે કે પશુવર્ગની કેટલીયે જાતિઓ સૈકાઓ દરમિયાન ઉત્તરોત્તર વિપુલ દેવ અને શરીર સામર્થ્યવાળી બનતાં બનતાં એકાએક જ્યારે હંમેશાને માટે લુપ્ત થાય છે ત્યારે તે જાતિના પ્રાણુઓએ અસાધારણ કદ અને શરીરબળ પ્રાપ્ત કર્યા હોય છે. આવું જ લડાઈને વિષે છે. પૂર્વ કાળની લડાઈમાં જે સુન્દર, મેહક અને વિરતાપ્રેરક વિશેષતાઓ હતી તે બધી આજે અદષ્ય થઈ ગઈ છે. તે વખતનું આનંદભર્યું તંબુજીવન આજે ગયું છે. તે સમયના ભવ્ય લશ્કરી પિપાકે આજે જોવામાં આવતા નથી. કંઠ યુદ્ધો પણ ભૂતકાળમાં સમાઈ ગયા છે. યુદ્ધને લગતાં આકર્ષક સર્વ તો આજે લુપ્ત થયાં છે. જુના વખતને પ્રાણપ્રેરક સંગ્રામ આજે મૃતપ્રાય બની ગયો છે. સંભવ છે કે યુદ્ધ હજુ પૂરતા વિરાટ સ્વરૂપને પહોંચી ચુક્યું ન હોય. આજના (૧૯૧૪થી ૧૯૧૮ સુધીના) યુરોપીય વિગ્રહમાં હજુ તટસ્થ રાજે ઊભાં છે અને સંભવ છે કે હવે પછી એક એવું યુદ્ધ આવે કે જેમાં એક પણ દેશ, એક પણ પ્રજા યુદ્ધથી તટસ્થ રહી ન શકે અને આખી દુનિયાએ યુદ્ધમાં એક સાથે ઝંપલાવ્યું છે. જે એમ બને તે એ ખરેખર છેલું જ યુદ્ધ હશે. જેવી રીતે છેલ્લામાં છેલ્લે સેરીઅન (આ દુનિયામાંથી લુપ્ત થયેલી એક પશુ જાતિનું હાથી કરતાં પણ ઘણા વધારે મોટા કદવાળું પ્રાણી) આ દુનિયાનું મોટામાં મોટું પ્રાણી હતું, તેવી જ રીતે આ દુનિયાનું આગામી આખરી યુદ્ધ ખરેખર સૌથી મોટું અને ભયાનકમાં ભયાનક હશે. આજની સંહારક વૈજ્ઞાનિક શક્તિ અને રચનાઓ વડે યુદ્ધ શકય તેટલા વિરાટ સ્વરૂપને પહોંચી ચુક્યું છે. હવે તે એ શક્તિ અને રચનાએ યુદ્ધને જ મારી નાખવાનું રહે છે. લડાઈને લીધે આ દુનિયામાં પિતાનું અસ્તિત્વ ચાલુ રાખવાની લાયકાત ધરાવતી પ્રજાઓને માર્ગ મેક થાય છે-લડાઈ આક્રમણકારી હોય છે તેમ આત્મરક્ષણને અર્થે પણ પ્રજાને લડવાની ફરજ પડે છે-લડાઈમાં માનવતાનું તત્વ દાખલ કરી શકાય તેમ છે લડાઈ જાતીય નિર્ભેળપણું-Racial Purity ટકાવી રાખવા માટે ઉપયોગી છે–આ બધી ભ્રમણાઓ છે-અને એમાં છેવટની ભ્રમણ તે ભારે ભયાનક અને અનર્થકારક છે. આજે એક પણ શુદ્ધ નિર્ભેળ-જાતિ છે અથવા તે “શુદ્ધ યુરોપિયન” એવી કોઈ જાતિ છે એમ માનવાને કશું જ કારણ કે સાબિતી નથી. વળી આજે રાષ્ટ્રીયતાનો કે સ્વદેશાભિમાનને પણ ભારે અનર્થ થઈ રહ્યો છે. ખરી રીતે એ માણસ જ સાચે દેશભક્ત ગણાય કે જે પોતાના દેશનાં સારાં તને ચાહે અને જે બેટું હોય તેને સામને કરે. આજની કલ્પનામાં તે એજ દેશભક્ત ગણાય છે કે જે પિતાની પ્રજાની સારી નરસી સર્વ વિશેષતાઓ વિષે પક્ષપાત ધરાવે છે. જેમ માણસનું ચારિત્ર નબળું તેમ તેનું સ્વદેશાભિમાન વધારે ઉત્કટ અને આવેશમય હોય છે. જે કઈ પણ એક બેવકુફ માણસ તેની જેવા બીજા લાખ માણસે એકઠા કરીને દેશમાં પિતાની બહુમતી ઊભી કરી શકે છે, તે તે માણસ ગજ ગજ ઉછળે છે. પ્રજામાં સ્વતંત્ર રીતે વિચાર અને વર્તન કરતી વ્યક્તિઓ જેમ ઓછી તેમ તે પ્રજાનું દેશાભિમાન વધારે ઉગ્ર લેવામાં આવે છે પણ દેશ દેશની આવી પરસ્પર વિરૂદ્ધ પરિસ્થિતિ દેશાભિમાનને છેલ્લે ભડકે છે એમ આપણે સમજી લેવું જોઈએ. સંકુચિત દેશાભિમાનના દિવસે ગયા છે. દુનિયાની બદલાયેલી પરિસ્થિતિ નવી સમસ્યાઓ અને નવાં દષ્ટિકોણ ઊભાં કરે છે. સમગ્ર માનવજાતના જીવન એકીકરણ પ્રત્યે આપણે સૌ ખેંચાઈ રહ્યા
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy