SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ યુદ્ધ : એક અચિરસ્થાયી જીવનતત્ત્વ લેખકઃ પરમાનંદ કુંવરજી કાપડીઆ, ખી. એ., એલએલ. ખી. . , તા. ૪-૮-૪૦ ના ‘ હરિજન'નાં ‘ War: a stage long outgrown ' એ મથાળા નીચે શ્રી. મહાદેવ હરિભાઈ દેસાઈ ના એક અંગ્રેજી લેખ પ્રગટ થયા હતા. આ લેખમાં ડૉ. નિકાલાઈ નામના એક જર્મન વિજ્ઞાનશાસ્ત્રીએ લખેલા ‘ Biology of War · · પ્રાણીવિજ્ઞાનની દષ્ટિએ યુદ્ધ ' એ નામના પુસ્તકના સંક્ષિપ્ત સાર આપવામાં આવ્યા હતા. .. ડૉ. નિકાલાઈની જીવનકથા એવી છે કે તેઓ ૧૯૧૪ ની સાલમાં ખીઁન યુનીવર્સીટીના અધ્યાપક હતા અને જર્મન કૈસરના કુટુંબના રાજવૈદ્ય હતા. તેમણે ૧૯૧૫માં લડાઇ ઉપર કેટલાંક વ્યાખ્યાનો આપેલાં. તેમાં તેમણે જર્મનીની યુદ્ધતિ ઉપર ખૂબ ટીકાએ કરેલી. તેના પરિણામે તેમની ધરપકડ કરવામાં આવી અને તેમને જેલવાસી બનાવવામાં આવ્યા. જેલમાં બેઠાં બેઠાં તેમણે ' Biology of War ' લખ્યું અને તે લખાણની નકલ જેલમાંથી વટાવીને તેમણે સ્વીટ્ઝર્લેન્ડ માકલી આપી, જ્યાં તે પ્રસિદ્ધ કરવામાં આવ્યું. ત્યાર બાદ જેલમાંથી તેઓ છૂટ્યા; વળી પાછા ૧૯ ૧૭ માં પકડાયા અને તેમને પાંચ માસની શિક્ષા થઈ. મા. શમાં રોલાં ડૉ. નિકાલાઇના ઉપર જણાવેલા ગ્રંથ ઉપર ખૂબ મુગ્ધ બન્યા અને એ ગ્રંથમાં રા કરવામાં આવેલા યુદ્ધવિરાધી કેટલાક મૌલિક વિચારો તરફ્ યુાપની દુનિયાનું ખાસ ધ્યાન ખેંચ્યું. ડૉ. નિકાલાઈ માત્ર ડૉકટર કે વિજ્ઞાનશાસ્ત્રી ન દાતા પણ એક નામી તત્વવેત્તા પણ હતા. તેવી જ રીતે સાહિત્ય અને સમાજશાસ્ત્રના પણ તેઓ ભારે જાણકર હતા. ડૉ. નિકાલાઈનું માનવું હતું કે છેલ્લા યુરોપીય વિગ્રહની જવાબદારી સર્વ પ્રજાને ભાગે પડતી જાય છે; પણ તેમના સંબંધ તો જર્મની સાથે જ હતા અને તેમણે જે કાંઈ લખ્યું હતું તે પણ પોતાની પ્રજાને ઉદ્દેશીને જ લખેલું હતું. તેથી છેલ્લા વિગ્રહ નાતરવામાં જર્મનીની કેટલી મેાટી જવાબદારી હતી તે બાબત ઉપર તેમણે ખૂબ ભાર મુક્યા હતા. જર્મની ખેલે છે એક વાત; કરે છે બીજી વાત; સિદ્ધાન્તમાં આકાશ સુધી ઊઠે છે, વ્યવહારમાં કેવળ ભૌતિક બની અમે છે. તત્વચિન્તનના પ્રદેશમાં સંપૂર્ણ સ્વાતંત્ર્ય આપે છે, રાજ્યકારણના વ્યવહારક્ષેત્રમાં એ આખું વાણીસ્વાતંત્ર્ય ઝુંટવી લે છે. જર્મનીની આવી શેચનીય પરપરવિરોધી પરિસ્થિતિ તરફ઼્ર જર્મન પ્રજાનું તેમણે ખૂબ ધ્યાન ખેંચ્યું. પરિણામે તેમને વર્ષો સુધી જેલવાસ ભાગવવા પડ્યો. તેમના ઉપર જણાવેલા ગ્રંથના સાર ભાગ માઁ. રામાં રાલાંએ પોતાના ‘Forerunners' નામના પુસ્તકમાં પ્રગટ કર્યો હતો. એ લેખ ઉપરથી શ્રી. મહાદેવભાઇએ હિન્દુસ્થાનના વર્તમાન યુદ્ધ સાથે કેવા પ્રકારના સંબંધ હોઈ શકે તે પ્રશ્નને ઉદ્દેશીને અને ખાસ કરીને અંગ્રેજ સરકારને અમુક શરતા ઉપર આજના યુદ્ધમાં સહકાર આપવાને લગતા મહાસભા સમિતિના પુનાના ઠરાવને લક્ષમાં રાખીને પ્રસ્તુત લેખ~ War: a stage outgrown ’—લખ્યા હતા. એ લેખ ઉપરથી ડૉ. નિકાલાઇના સૈદ્ધાન્તિક વિચારાનું સળંગ નિરૂપણ તારવીને નીચેના લેખ તૈયાર કરવામાં આવ્યા છે. અનેક માનવીઓના કશા પણ મેળ વિનાના અથવા તો પરસ્પર સંબંધ વિનાના સમુહને આપણે માનવજાતિ તરીકે ઓળખીએ છીએ, પણ આપણી આ માન્યતા ખાટી છે, ૧૩
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy