________________
ભાષાશુદ્ધિ લેખક છે. મનસુખલાલ ઝવેરી, એમ. એ. એક પ્રતિષ્ઠિત સાપ્તાહિકના તાજા આવેલા દીપોત્સવી અંકને હું જોતા હતા ત્યાં મારી દષ્ટિ એક રાષ્ટ્રવાદી, ભાષાપ્રેમી વિધાનના લેખ પર પડી. એ વિદ્વાને ગુજરાતી ભાષામાં અત્યારે જે વર્ણસંકરતા દેખાઈ રહી છે તેની આવશભરી ચર્ચા કરી હતી, અને આપણા દૈનિક વ્યવહારમાં અને મકાને અને દુકાનોનાં નામમાં પણ અંગ્રેજી ભાષાનું જે આધિપત્ય સ્થપાઈ રહ્યું છે, તેને વિરોધ કર્યો હતે. સ્વભાષાની સાચી ઉપાસના વિના આપણી ખાદી, સ્વદેશી વ્રત અને રેટિયાની પ્રવૃત્તિ પણ નિષ્ફળ જવાની છે એમ એ વિદ્વાન માને છે અને તેથી સ્વભાષાને આગ્રહ રાખ એ આપણા જ હિતની વાત છે એમ કહે છે.
એમના આ વક્તવ્યની વિરુદ્ધ કોઈને કશું જ કહેવાનું હેઈન શકે. ગુજરાતી ભાષાની અત્યારની સ્થિતિ ખૂબ ખેદજનક છે એ કહેવાની પણ જરૂર નથી. સમાજમાં, શાળાઓમાં અને વિદ્યાપીઠમાં ગુજરાતી ભાષાનું અને સાહિત્યનું સ્થાન વધારે માનભર્યું અને વધારે મહત્વનું થવાની જરૂર છે એ સ્પષ્ટ છે. એ સ્થાન, મહાત્માજીના આગમન પછી અને ગુજરાત વિદ્યાપીઠ અને નવજીવન પ્રકાશન મન્દિરની પ્રવૃત્તિ પછી, કયારનું યે માનભર્યું થઈ જવું જોઈતું હતું; પણ એમ થયું નથી એ હકીકત છે.
અત્યારે તે ગુજરાતી ભાષાની સ્થિતિ ઓરમાયા બાળક જેવી થઈ પડી છે. વિદ્યાપીઠે રહી રહીને છેક હમણાં ગુજરાતીને પોતાના અભ્યાસક્રમમાં સ્થાન આપ્યું છે ખરું. પણ હજી એ સ્થાન ગણ રહ્યું છે. ગુજરાતીને હજી સ્વતંત્ર, સ્વપર્યાપ્ત અને આવશ્યક વિષયનું સ્થાન હજી મળ્યું નથી. હજી સુધી તેને માત્ર ઐચ્છિક વિષય તરીકે રવીકારવામાં આવે છે, અને તેમાં પણ આનુવંગી શિષ્ટ ભાષામાં જે કેઈ વિવાથી વધારે પ્રવીણ હેય, તે ગુજરાતીને તે ઉવેખે, તે પણ ચાલે એવી સ્થિતિ છે.
આ બધું કેમ થઈ રહ્યું છે તેની ચર્ચા રસભરી અવશ્ય છે, પણ તે અહીં ઉદ્દિષ્ટ નથી. બીજું કંઈ નહિ તે પણ અંગ્રેજી ઉચ્ચારશુદ્ધિ અને લેખનશુદ્ધિ માટે આપણા વિદ્યાર્થીઓ એટલે આગ્રહ રાખે છે–અથવા, વધારે સાચી રીતે કહીએ તે આપણા શિક્ષકે અને પ્રાધ્યાપકે વિદ્યાર્થીઓ પાસે એટલે આગ્રહ રખાવી રહ્યા છે–તેટલે આગ્રહ ગુજરાતી ઉચ્ચારશુદ્ધિ અને લેખનશુદ્ધિ માટે રખાય, તે પણ ઘણું થઈ શકે.
પણ એ આગ્રહ રખાત નથીઅને તેને પરિણામે અંગ્રેજી ભાષાનું આધિપત્ય આપણા નિત્યના વ્યવહારમાં પણ એટલું બધું સ્થપાતું જાય છે કે “કુસુમ–કોટેજ” અને “સુમન-વિલા” જેવાં મકાનનાં નામે આપણને અસ્વાભાવિક લાગતાં નથી. અનેક કુટુઓમાં તે બાળકને પ્રારંભથી જ અંગ્રેજી ભાષા ભણાવવામાં આવે છે અને આજે પણ અનેક વ્યક્તિઓ પિતાને ગુજરાતીમાં બેસવાનું કે લખવાનું બરાબર ફાવતું નથી એ હકીકતમાં શરમ નહિ, પણ ગર્વ અનુભવે છે.
આ જાતની અતિભક્તિ સામે જેટલો વિરોધ ઉઠે તેટલો ઓછો છે અને એ વિરોધની અતિશયતાએ જઈને આપણે અંગ્રેજી ભાષાને બહિષ્કાર પોકારી ઊઠીએ તે પણ બનવાજોગ છે. તેમાં જ્યારે પરાધીન પ્રજામાં સ્વત્વને પહેલે સળવળાટ મચી રહ્યો હોય, ત્યારે એ જાતની અતિશયતા આવી જાય