SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ સને ૧૫-૪૦] પચીસ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ ર૯ અને પરિણામે કુળવતી થઈ છે. સર્વથી વધારે ઝળહળતી કારકિદી છે. નગીનદાસ જ. શાહની ગણાય અને એની સંસ્થા તરફની લાગણી અતિ આકર્ષક ગણાય. આ ઉપરાંત સંસ્થામાં રહી અભ્યાસ કરી ગ્રેજ્યુએટ થયેલા અગર અધુરા અભ્યાસે મુક્ત થએલા કેટલાક વિદ્યાથીઓ ઉત્તર પદવી પરદેશથી લઈ આવી અત્યારે સારા સ્થાને આવ્યા છે તેની વિગત પરિશિષ્ટમાં રજુ છે. મુંબઈ બહાર અભ્યાસ પુના, કાંચી, બનારસ. એજીનિયરીંગ લાઈનની તથા ખેતીવાડી લાઈનની કેલેજ મુંબઈમાં નથી, તેથી સંસ્થાની શરૂઆતથી ઈજનેરી તથા ખેતીવાડીના અભ્યાસ માટે સંસ્થાએ વિદ્યાર્થીઓને પુના મોકલવા માંડ્યા. શરૂઆતમાં તેમને પણ રૂ. ૩૬ ના વિભાગમાં ગણવામાં આવતા હતા, ત્યાર પછી તે રકમ રૂ. ૪૦૦ ની કરવામાં આવી. ધીમે ધીમે પુના એજીનિયરીગ કેલેજમાં પ્રવેશ બહુ સખ્ત થવા માંડ્યો એટલે કેઈ કંઈ વિદ્યાથીને કરાંચી એજીનિયરીંગ કેલેજમાં મેકલવાની શરૂઆત કરી. ત્યાં છે. ગુજરકર જે શરૂઆતમાં પ્રેસર હતા, અને પછી પ્રીન્સિપાલ થયા તેમણે સંસ્થાના વિદ્યાથીઓને ખૂબ સહાય કરી. દરેક વિદ્યાથીની જરૂરિયાજ વિચારી વાર્ષિક રકમ મુકરર કરવાને અને જે રકમ આપવામાં આવે તે તેને ખાતે ઉધારવાને ઠરાવ કરવામાં આવે. દરમ્યાન બનારસ હિંદુ યુનિવર્સિટીએ એજીનિયરીંગ કોલેજ બહુ સારી તૈયાર કરી. ત્યાં સિવિલ એજનિઅરીગ ઉપરાંત મીકેનીકલ એજીનિયરીંગ અને ઈલેકટ્રીકલ એજીનિયરીંગને અભ્યાસ પણ ચાલતું હતું. તે ઉપરાંત ત્યાં માઈનીંગ (ખાણ-ખનીજ વિદ્યા) અને મેટલર્જી (ધાતુ વિદ્યા) જે બન્ને ભૂસ્તર વિદ્યાના વિભાગ છે તેને પણ અભ્યાસ થતું હોવાથી અને વિજ્ઞાનની નાની નાની ચીજો (દા. ત. નીઓનડે, દવાબનાવટ વિ.) પણ ત્યાં બાજુના અભ્યાસ તરીકે શીખવાતી હોવાથી બનારસ પણ એ અભ્યાસ માટે સંસ્થા તરફના વિદ્યાર્થીઓ મેકલવા માંડ્યા. પ્ર. ગાંધી એ આપણુ વિદ્યાથીઓને દાખલ થવાની બાબતમાં તથા અભ્યાસને અંગે સલાહ સહાય આપવાના કાર્યમાં મદદ કરવાથી આપણુ વિદ્યાર્થીઓને ખૂબ ઉત્તેજન મળ્યું. બનારસમાં દરેક વિદ્યાર્થીને ફી તથા રહેવા વગેરેને ખર્ચ ઘણે મેટે આવે છે, તેમાં વાર્ષિક રૂ. ૪૦૦-૫૦૦ ખાતે માંડીને આપવા માંડ્યા. જરૂરિઆત અને સંગ પ્રમાણે એ રકમમાં કઈ કઈવાર વધારે પણ કરવામાં આવતું હતું. છેલ્લા વર્ષમાં વિદ્યાર્થીઓને વહેવારુ. (પ્રેકટીકલ) અનુભવ લેવું પડે છે અને તે માટે છે. આઈ. પી. કે બેસ્ટ કું, કે એવા કઈ ખાતામાં કામ કરવું પડે છે તે વખતે રકમમાં વધારે કરી આપવામાં આવે છે. બનારસ જવા પહેલાં ઘણાખરા વિદ્યાથીએ બે વર્ષ ઈન્ટર સાયન્સના અભ્યાસ સુધી મુંબઈમાં રહે છે, એટલે એમની અભ્યાસશક્તિ અને લાયકાત કેવી રહે છે તે જાણવાની તક મળે છે. ત્યાંના અભ્યાસ માટે ઘટતી રકમ મેળવવાની વ્યવસ્થા વિદ્યાથી કરી લે છે. બનારસમાં ઈજનેર થયેલા સર્વ વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગમાં આવ્યા છે અને તેમને અભ્યાસ ઘણે સંતોષકારક માલૂમ પડ્યો છે. પુનામાં પ્રવેશ આકરે છે, ત્યાં પ્રથમ વર્ગના વિદ્યાથીને જ ઘણે ભાગે લેવામાં આવે છે અને કરાંચીમાં તે સિંધના વતનીનેજ ૫ ટકા દાખલ કરે છે, એટલે બનારસ તરફ ગતિ વધારે થવા સંભવ છે.
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy