SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને તેના ભવ્ય આદશોં ને પાર પાડવા સાધનસંપન્ન ભાઈઓની જવાબદારી લેખકન્યાલચંદ લક્ષ્મીચંદ વકીલ, બી. એ. એલએલ. બી. જે અદિતીય સંસ્થા ફૂલીફાલી ને હીંદુસ્તાનની સમસ્ત જૈન પ્રજાના ગૌરવ અને પ્રગતિમાં અસાધારણ વધારો કરી રહી છે અને જૈન પ્રજાની ધાર્મિક અને અન્ય સર્વ પ્રકારની ઉચ્ચ કેળવણી. નું કેન્દ્રસ્થાન ધરાવે છે, જેણે જીવીશ વર્ષમાં લાખ રૂપીઆને સદ્વ્યય કરી, આર્ટ, લે, મેડીસીન વિજ્ઞાન, એજીનિયરીંગ વગેરે જુદા જુદા ખાતાઓના ૨૪૯ જેટલા પદવીધારકે તથા ૨૬૧ ડીગ્રી લીધા સિવાયના વિધાર્થીઓ બહાર પાડી, ધંધે વળગાડ્યા અને પિતાના હસ્તકના અનેક સ્ટ ફંડમાંથી ૧૪૭ જેટલા વિદ્યાર્થીઓને લેન આપી અભ્યાસમાં આગળ વધાર્યા અને તેમ કરી જૈન સમાજને ભારે બોજારૂપ અને વિચારણુય થઈ પડેલ કેળવણી અને બેકારીના પ્રશ્નને એની સાથે ઘણુ રીતે હળવા કર્યા છે, તેનાથી લેન સીસ્ટમના ધોરણે કાર્યવાહી ચલાવવામાં આવતા, વિવાથભાઈઓનાં સ્વમાન અને કુળ-ગૌરવ જળવાઈ રહ્યાં છે, જેના મૂળમાં સંકુચિત દષ્ટિના ઉપદેશકના અનિષ્ટ પ્રચારથી સખ્ત કુઠોર પ્રહારો થયા છતાં પણ જેના સંચાલન અને નિભાવ માટે વિશાળ દૃષ્ટિના–ધર્મ પ્રેમી ઉપદેશના સતત પ્રયાસના પરિણામે સાધનસંપન્ન વિલાપ્રેમી ભાઇઓને દાનપ્રવાહ અખલિત રીતે ચાલુ રહ્યો છે અને રહેશે એવી સંભાવના છે, તેનાં બંધારણ ધારાધોરણ, વ્યવસ્થિત કાર્યવાહી સંપૂર્ણ વ્યવહારદક્ષતાથી ચલાવવામાં આવતાં હોઈ તે અન્ય સંસ્થાઓ માટે અનુકરણીય આદર્શરૂપ અને આકર્ષક થઈ પડ્યાં છે, તે સંસ્થાની સ્થાપના માટેના પૂજ્ય ઉપદેશકેને તેમજ મૂળ ઉત્પાદકોને તથા આશ્રયદાતાઓને, સતત ઉદ્યમશીલ, સેવાભાવી મંત્રીઓ અને કાર્યવાહકેને, સદર સંસ્થાના આ મહાન રજત મહત્સવ પ્રસંગે, ખરા જીગરનાં પ્રોત્સાહન અને અભિનંદન, હદયના સંપૂર્ણ ઉલ્લાસ અને પ્રેમપૂર્વક પાઠવાવાની તક હાથ ધરતાં અપૂર્વ આનંદ અને હકેક થાય છે. - જે વિતાવ્યાસંગી ઉત્સાહી ભાઇઓએ, આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી તે અદ્યાપિ પર્યત, તેના નિભાવમાં, સંચાલનમાં, વ્યવસ્થામાં તેમજ ઝંઝાવાતના પ્રસંગે પણ તેને અડગ રીતે ટકાવી રાખવામાં, પિતાને દ્રવ્યને, મગજશકિતને, કાર્યશકિતને, બુદ્ધિ-વૈભવને અને વાક્ચાતુર્યને, કેવળ સેવાભાવ અને સ્વાર્પણતિથી અનહદ બેગ સતત આપેલ છે અને આપી રહ્યા છે તેમના હર્ષ, ગૌરવ અને આનંદ, આ પ્રસંગે કેવળ કલ્પનાને જ વિષય થઈ પડે તેમ છે. તેઓ સંપૂર્ણ ગર્વ સાથે પિતાની છાતી ફુલાવતા હેય અને હર્ષોન્મા અનુભવતા હોય તો તે દરેક રીતે ક્ષન્તવ્ય છે. સામાન્ય કાર્યની સિદ્ધિમાં કાર્યસાધકને અપૂર્વ સતિષ અને તૃપ્તિ અનુભવતા આપણે જોઈએ છીએ તે પછી આવા મહાભારત કાર્યની સિધિમાં તેમને સંતોષ વૃપ્તિ અને નિર્દોષ આનંદ અનુભવતા જોઈએ તેમાં કંઈ નવાઈ જેવું નથી પરંતુ ખરી નવાઈ જેવું અને તેમને સવિશેષ અભિનંદન આપવા જેવું તે એ છે કે હજુ તે તેઓ તેમના જીવીશમાં રીપેટનાં છેલ્લા પૃષ્ટોમાં, અનેક દૃષ્ટિબિંદુથી સંસ્થાના ઉત્તમોત્તમ આદર આગળ કરી, ઘણું ઘણું કરવાનું બાકી છે અને તે માટે પિતાની અપ્તિ જાહેર કરતા, જૈન સમાજ પાસે સંસ્થાને સંપૂર્ણ રીતે અપનાવવાનું ધનસમૃદિથી બજેટમાં પડતા ખાડા પૂરા કરવાનું, અનેક વિધાર્થીઓને અને તેમના માબાપને નિરાશ કરવાનો પ્રસંગ ન આવે તેવી સ્થિતિ ઊભી કરવાનું, સાધનના અભાવે એક પણ જૈન ભાઈ ઉચ્ચ કેળવણીથી બેનસીબ ન રહે તેવું સૌભાગ્ય પ્રાપ્ત કરવાનું વિશ્વવિદ્યાલય, સાહિત્યમંદિર, પુરાતત્તવમંત્રિ ૨૨૪
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy