SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ આપણું ગુરુકુળ લેખકઃ શાન્તીદાસ આશકરણ શાહ, એમ. એલ. સી. (મધ્યસ્થ) આજે દેશમાં કેળવણીને પ્રશ્ન ખૂબ રસથી ચર્ચાઈ રહ્યો છે. જાતજાતના નવા અખતરાઓ થાય છે. અને આપણી કેળવણી વ્યવહારુ કેમ બને તે જેવા પ્રયત્નો થઈ રહ્યા છે. નવી જાતની કેળવણીની પ્રથા પણ દાખલ કરવાના પ્રયોગો થાય છે. પણ આ બધા લેક એક વાત ભૂલી જાય છે. આપણા દેશ ઘણે જ ગરીબ છે. બીજા ધનવાન દેશોમાં જે જાતની કેળવણું આપી શકાય તેવી જાતની કેળવણી આપણને ન પોષાય. આપણે તે કોઈ એવી પદ્ધતિ દાખલ કરવી જોઈએ કે જેથી ઓછામાં ઓછા ખર્ચે આપણે વિદ્યાર્થીઓને વધારેમાં વધારે બુદ્ધિવિષયક તેમજ વ્યવહારુ જ્ઞાન આપી શકીએ, જેથી જ્યારે તેઓ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે ત્યારે પિતાના કુટુંબને પિષી શકે, ત્યાં સારા સંરકારે જગાડી શકે અને દેશની પણ સાચી સેવા કરી શકે. વળી આ જાતની કેળવણીમાં ખર્ચ પણ ઓછામાં ઓછો થવા જોઈએ જેથી સાધારણ સ્થિતિના અને ગરીબ વર્ગને લીધે પણ કેળવણીનો લાભ ઉઠાવી શકે. આ દષ્ટિએ આપણા પ્રાચીન ગુરુકુળની પદ્ધતિ વિચારવા જેવી છે. આ ગુરુકુળમાં કોઈપણ જાતની ફી લેવામાં આવતી નહિ. માત્ર એક મુઠ્ઠી અનાજ લઈ વિવાથી ગુરુને ઘેર ભણવા જતા અને જ્યારે એમને અભ્યાસ પૂરો થતા ત્યારે યથાશક્તિ ગુન્દક્ષિણ આપતા. અને જે કાંઈ મળતું તેથી ગુરુ સંતોષ માનતા, આથી ગરીબમાં ગરીબ માણસે પણ શિક્ષણને લાભ ઉઠાવી શકતા. અને આથી જ દેશ સંસ્કારી અને સમૃદ્ધ રહેતા. શ્રી કૃષ્ણ જેવા રાજાના પુત્ર માં વિદ્યાભ્યાસ કરતા ત્યાં જ સુદામા જે એક ગરીબને છેકરે પણ અભ્યાસ કરી શકતા એટલે ગરીબમાં ગરીબ માણસે પણ રાજાના છોકરાઓ લઈ શકે એવું ઊંચી જાતનું શિક્ષણ કેટલી સહેલાઈથી લઈ શકતા તે સહેજે સમજી શકાય એવું છે. - સાધારણ પ્રશ્ન એ ઊઠે છે કે આટલા હજારો વિદ્યાર્થીઓને ખર્ચ ગુરુઓ કેવી રીતે ઉઠાવી શકતા હશે, તેને જવાબ એક તે એ કે આવા આશ્રમેને રાજઓ તરફથી ઘણી જમીન દાનમાં મળતી અને એમાંથી મળતી ઉપજમાંથી આશ્રમેને ખર્ચ નભતે. વળી વિદ્યાર્થીઓને એટલું સાદું જીવન ગાળવાનું શીખવવામાં આવતું કે તેમને બહુ ખર્ચ પણ આવતે નહિ. સાદે રાક, સાદાં કપડાં, સાદી રહેણીકરણી જ તેમને શીખવવામાં આવતી. કેળવણીને ખર્ચ પણ નહિ જેવો જ હતે. ઘણા ખરા અભ્યાસ તે મેથી જ થ; આથી મરણશક્તિ ખીલતી અને હાલ જે કાગળો અને પેન્સીલે પાછળ પુષ્કળ ખેટો ખર્ચ થાય છે તે કોઈપણ જાતને ખર્ચ તેઓને કરવો પડતે નહિ. જે થોડું ઘણું લખવું પડતું તે પત્થર ઉપરજ લખાતું, બાકી જે યાદ રાખવાનું હોય તે તે મેરેથી લાવીને જ મેટે કરાવી દેવામાં આવતું. આટલું છતાંય કદાચ આટલા હજારે વિદ્યાર્થીઓને ખર્ચ ગુરુને ભારે પડત, પણ તેમણે એક એવી સુંદર પ્રથા દાખલ કરી હતી કે જેથી આશ્રમને નભાવવામાં પણ મદદ થાય અને વિદ્યાર્થીઓને પણ પુષ્કળ લાભ થાય. આ પ્રથા તે જાતમહેનતની પ્રથા. જ્યાં સુધી વિવાથી ગુરુને ઘેર હોય ત્યાં સુધી ગુરુની સેવા કરવા એ બંધાયેલા રહે અને કઈપણ શારીરિક કામ એ હલકું ગણતા નહિ. રાય અને રંક બધા વિદ્યાર્થીઓ આશ્રમના શ્રમમાં સરખે હિસ્સે લેતા. કેઈ લાકડાં કાપવા જતું, કોઈ ખેતરમાં અનાજ વીણવા જતું, કેટલાક આશ્રમને સાફ રાખવામાં મદદ કરતા વ૦ વ૦. આથી વિદ્યાર્થીઓને પુસ્તકજ્ઞાન સાથે વ્યવહારુ જ્ઞાન પણ મળતું. એમનાં શરીર કાંતિવાન થતાં અને જ્ઞાન સાથે ડહાપણ ૧૨૨
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy