SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ કે આ ઉપયોગી સચિત્ર ગ્રન્થ કેઈપણ સંસ્થા તરફથી બહાર પડતો હોય તો આ સંસ્થા તરફથી પ્રથમ જ બહાર પાડવામાં આવેલ છે, તે માટે આ સંસ્થા પ્રશંસાપાત્ર છે. સાથે સાથે કહેવું પડશે જે પ્રવચનપ્રભાવક પૂજ્યપાદ પ્રાતઃસ્મરણય શાસનમાન્ય આચાર્ય મહારાજ શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજના અમૂલ્ય સદુપદેશથી જે જે ભાગ્યશાલી સગ્રુહસ્થોએ આ ગ્રન્થના પ્રકાશનમાં આર્થિક સહાય કરી સ્વલક્ષમીનો સદુપયોગ કર્યો છે તે પણ પ્રશંસનીય હોવા સાથે અન્ય સદગૃહસ્થને તે પ્રમાણે અનુકરણ કરવા લાયક છે. મહદય પ્રેસના માલિક તેમજ વ્યવસ્થાપક શાહ ગુલાબચંદ લલુભાઈએ આ ગ્રન્થનું જે સુવ્યવસ્થિત પદ્ધતિથી મુદ્રણ કર્યું છે તે પણ ગ્રન્થના અભ્યાસકોને અભ્યાસની સુગમતામાં સાધન છે. અંતમાં જણાવું છું જે-આ લઘુક્ષેત્ર સમાસ-વિસ્તરાર્થ ગ્રન્થનું સાદ્યત | સંશોધન કરવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થવા સાથે સંશોધનમાં ઉપકારસ્મરણ. મારી અ૯પમતિને સદ્વ્યય થયો છે તે મમ્હારા પરમ ગુરૂદેવ વ્યાખ્યાપ્રજ્ઞ સિદ્ધાન્ત મહોદધિ, આરાધ્યાપાદ, આચાર્ય મહારાજ શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજ તેમજ ગુરૂદેવ અને રત્નત્રયી પ્રદાયક, સગુણનિધિ, સચ્ચારિત્ર ચૂડામણિ, અખંડ ગુરૂકુલવાસી, પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજ શ્રી પ્રતાપવિજયજી મહારાજને આભારી છે. આ ઉપઘાતના પ્રારંભમાં ક્ષેત્રવિષયક જે સમન્વય કર્યો છે. તેમાં સ્થલે થેલે ઉત્પન્ન થતી શંકાઓનું સમાધાન આપવા માટે આગમ દ્વારક પ્રણાભિસ્મરણીય આચાર્ય મહારાજ ૧૦૦૮ શ્રી શ્રી શ્રી સાગરાનન્દસૂરીશ્વરજીને ઉપકાર ચિરસ્મરણીય છે. અને આવા ગ્રન્થસંશોધનના કાર્યમાં મારા ગુરૂ બાધવ મુનિવર્ય શ્રી ઉદયવિજયજી, મુનિ વર્ય શ્રી ભરતવિજયજી, તરફથી મળતી રાહત તથા બાલમુનિશ્રી યશોવિજયજી તરફથી મળતી અનેક યંગ્ય સૂચનાઓ પણ મને યાદ કરવાની જરૂર પડે છે. આ લઘુક્ષેત્રસમાસનું યથામતિયથાશક્તિ શાસ્ત્રીય આધારે સંશોધન કરવાનો પ્રયાસ સેવ્યો છે. મારા પૂજ્ય ગુરૂશ્રીને એ સંશોધનમાં સંપૂર્ણ સહગ છે. બકે તેઓએજ સંશોધન કર્યું છે. મહે તો તેમની અનુજ્ઞાનું જ આરાધન કર્યું છે એમ કહું તોપણ અતિશયોક્તિ નથી. તથાપિ છદ્મસ્થજન્ય તેમજ પ્રમાદજન્ય કઈ ખલના સુજ્ઞ સમાજને દષ્ટિગોચર થાય તે સુધારી લેવા સહૃદય નિવેદન છે. આ ગ્રન્થથી આ વિષયના જીજ્ઞાસુ ભવ્યાત્માઓ ક્ષેત્ર સંબંધી યોગ્ય માહીતી મેળવવા પૂર્વક ચાદરજજુ પ્રમાણ લોકાકાશ ક્ષેત્રના અગ્ર ભાગમાં રહેલા સિદ્ધાશલાનિવાસી અને એજ અંતિમ અભ્યર્થના– અમદાવાદ એલીસબ્રીજ સુતરીયા બિલ્ડીંગ શ્રી ગુરૂચરણસેવક, વૈશાખ વદ-૨ બુધવાર પ્ર. ધર્મવિજય વિ. સંવત ૧૮૮૦
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy